SBI Changed Way Of Cash Withdrawal From ATM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, ATMમાંથી પૈસા નીકાળવાની બદલાઈ ગઈ છે રીત

SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, ATMમાંથી પૈસા નીકાળવાની બદલાઈ ગઈ છે રીત

 | 5:10 pm IST
  • Share

જો તમે દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે છે. ઉલ્લેખનીય છે કે 18 સપ્ટેમ્બરથી એસબીઆઈના એટીએમથી પૈસા નીકાળવાની રીત બદલાઈ ગઈ છે. એસબીઆઈએ એટીએમ પર 10,000 રૂપિયા અને તેનાથી વધારે લેણ-દેણ માટે ઓટીપી આધારિત Cash withdrawal facilityનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. બેંકની આ સુવિધા આજે એટલે કે 18 સપ્ટેમ્બરથી 24 કલાક ઉપલબ્ધ રહેશે.

પ્રત્યેક લેણ-દેણ માટે ઓટીપીનો ઉપયોગ કરવો પડશે

ઉલ્લેખનીય છે કે બેંકે આ વર્ષે જાન્યુઆરીમાં પોતાના એટીએમ પર 10,000 રૂપિયા અને આનાથી વધારે લેણ-દેણ માટે ઓટીપી આધારિત નિકાસી સુવિધા રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યાની વચ્ચે શરૂ કરી હતી. અત્યારે આ સમયગાળામાં સુવિધાનો ફાયદો ઉઠાવવામાં આવી શકે છે. એસબીઆઈ ગ્રાહકોને 10,000 રૂપિયા અને આનાથી વધારેની રકમ નીકાળવા માટે પોતાના એટીએમ કાર્ડ પિનની સાથે જ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલા ઓટીપીને દાખલ કરવો પડશે. આવું તેમણે પ્રત્યેક લેણ-દેણ માટે કરવાનું રહેશે.

ગ્રાહકોને મોબાઈલ નંબરને રજિસ્ટર્ડ અથવા અપડેટ કરવાની અપીલ

બેંક પ્રમાણે 24 કલાક ઓટીપી આધારિત એટીએમ Cash withdrawal facilityથી ગ્રાહક ફ્રોડથી બચી શકશે. આ સુવિધાથી ડેબિટ કાર્ડધારકોને છેતરપિંડીથી મદદ મળશે. આ સાથે જ એસબીઆઈએ પોતાના તમામ ગ્રાહકોને મોબાઈલ નંબરને રજિસ્ટર્ડ અથવા અપડેટ કરવાની અપીલ કરી છે. કહેવાનો મતલબ એ છે કે જો તમે સુરક્ષિત લેણદેણ ઇચ્છો છો તો રજિસ્ટ્રેશન કરાવી લો. ઉલ્લેખનીય છે કે ઓટીપી આધારિત Cash withdrawal facility ફક્ત એસબીઆઈના એટીએમમાં ઉપલબ્ધ છે. બીજા એટીએમમાં આ સુવિધા વિકસિત નથી કરવામાં આવી.

આ વિડીયો પણ જુઓ: રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન