sbi-customers-if-get-message-of-reward-point-than-fraud
  • Home
  • Business
  • શું તમારે SBIમાં બેંક એકાઉન્ટ છે? તો આ સમાચાર છે તમારા માટે મહત્વપૂર્ણ

શું તમારે SBIમાં બેંક એકાઉન્ટ છે? તો આ સમાચાર છે તમારા માટે મહત્વપૂર્ણ

 | 6:07 pm IST

SBI પોતાના ગ્રાહકોને સારી સુવિદ્યા આપવા અને તેમના રૂપિયાઓને સુરક્ષિત રાખવા માટે સતત કોશિશ કરી રહ્યું છે. નવા વર્ષમાં બેંક પોતાના ગ્રાહકોને એક SBI મોકલી રહ્યું છે. તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે, કેવી રીતે રિવૉડ પોઇન્ટના નામે ઠગાઇ કરવામાં આવી રહી છે. તેઓ મોટા વ્યક્તિઓના ક્રેડિટ કાર્ડની ડિટેલ મેળવીને લાખો રૂપિયાનો ચુનો લગાડી રહ્યા છે.

ગ્રાહકોને મોકલ્યા આવો SMS: બેંકે મોકલેલા SMSમાં જણાવ્યું છે કે, તે લોકોથી સાવધાન રહેવાનું છે જે તમને રિવૉર્ડ પોઇન્ટના નામે ગિફ્ટ વાઉચર આપવાનો વાયદો કરે છે. બેંકે જણાવ્યું કે, ક્યારેય પણ તમારે તમારા ક્રેડિટ કાર્ડની ડિટેલ કોઇને આપવાની નથી. સાથે, ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) શેયર કરવાનો નથી. બેંકે આ મેસેજમાં એક વીડિયોની લિંક પણ શેર કરી છે. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કેવી રીતે લોકોને જાળ ફેલાવીને તેમની સાથે ઠગાઇ કરવામાં આવે છે.

આવી રીતે લગાવે છે લોકોને ચુનો: દિલ્હીના મયૂર વિહાર ફેસ-1ની પાસે રહેનાર અમિત ચૌહાણ જણાવે છે કે એક દિવસ તેમની પાસે રિવાર્ડ પોઇન્ટ્સ રીડિમ કરવાનો એસએમએસ આવ્યો. આ રિવોર્ડ પોઇન્ટ sms ફોર્મ પર લઇને ગયો. અહીં તેની પાસે ખાનગી જાણકારીઓ માંગવામાં આવી હતી. તેમાં ઇમેલ, ડેબિટ કાર્ડ નંબરનો સમાવેશ થતો હતો. આ ફોર્મ મારફતે તેમની પાસે ડેબિટ કાર્ડની જાણકારીઓ પણ માંગવામાં આવી હતી.

જેવું તેમણે પુરું ફોર્મ ભર્યું, ત્યારે થોડીક જ મિનિટોમાં તેમના કાર્ડમાંથી મોટા ટ્રાન્જેક્શન (પૈસાની લેણ-દેણ)નો મેસેજ તેમને મળ્યો હતો. ત્યારબાદ તેમને તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી. એક્સપર્ટસ જણાવે છે કે આ લોકો ઓટીપી ઇમેલ હેક કરીને જાણી લે છે.

આવી રીતે બચો: બેંકનું કહેવું છે કે, ક્યારેય બેંકના અધિકારીઓ કે ના કે એસએમએસ અને ઇ-મેલ મોકલીને બેંક તમારી બેંક ખાતાની કોઇ જાણકારીઓ માંગે છે. એટલા માટે હંમેશાં આવા એસએમએસથી બચીને રહેવું જોઇએ. જો તમારી સાથે કોઇ પણ ફ્રોડ થાય તો તેનો રિપોર્ટ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં કરો. સાથે બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ નંબર મારફતે બેંકને પણ આ વિશે જણાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.