SBI customers upper cap for depositing cash at a non-home branch
  • Home
  • Business
  • SBIના ગ્રાહકોને ફાયદો, હવે સેવિંગ એકાઉન્ટ પર મળશે આ ખાસ સુવિધા

SBIના ગ્રાહકોને ફાયદો, હવે સેવિંગ એકાઉન્ટ પર મળશે આ ખાસ સુવિધા

 | 1:43 pm IST

દેશના સૌથી મોટા સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ પોતાના ગ્રાહકોને એક ખાસ સુવિધાની ભેંટ આપી છે. આ સુવિધા સેંવિંગ બેંક એકાઉન્ટ હોલ્ડર માટે છે. ખરેખર બેંકે જમા રકમો સાથે સંકળાયેલ નિયમોમાં ધરખમ ફેરબદલ કર્યો છે. નિયમોમાં બદલાવને લઇ એસબીઆઇએ આ જાણકારી પોતાના ટ્વીટર હેન્ડલ પર આપી છે.

નિયમમાં શુ કર્યા બદલાવ
બેંકે સેવિંગ્સ એકાઉન્ટમાં નોન-હોમ બ્રાન્ચ દ્વારા કેશ ડિપોઝિટ (રોકડ જમા) પર મેક્સિમમ લિમિટને હટાવી દીધી છે. તેનો મતલબ તે થયો કે હવે એસબીઆઇના પર્સનલ સેવિંગ એકાઉન્ટ હોલ્ડર નોન-હોમ બ્રાન્ચ દ્વારા એકાઉન્ટમાં જેટલું ઇચ્છે તેટલું રોકડ નાંણું જમા કરાવી શકે છે.

જોકે હાલમાં આ લિમિટ 30,000 રૂપિયા સુધી જ સિમિત હતી. AGR તથા SME એકાઉન્ટ હોલ્ડર્સ માટે આ લિમિટ નક્કી કરવામાં આવી છે. આ સેગમેન્ટમાં સેવિંગ્સ એકાઉન્ટ માટે નોન હોમ બ્રાન્ચથી કેશ ડિપોઝિટની લિમિટ 2 લાખ રૂપિયા પ્રતિદિવસની છે.

વધારે જાણકારી માટે તમને જણાવી દઇએ કે, બેંકની હોમ બ્રાન્ચ તેને કહેવામા આવે છે, જ્યાં જઇને તમે એકાઉન્ટ ખોલાવો છો, જેમ કે તમે દિલ્હીના મયુર વિહારમાં રહો છો અને મયૂર વિહાર-1માં એક્સિસ બેંકમાં તમે ખાતુ ખોલાવો છો તે તમારી હોમ બ્રાન્ચ કહેવાશે, આ સિવાય દેશમાં જેટલી પણ જગ્યાએ એક્સિસની બેંક છે તે તમારા માટે નોંન હોમ બ્રાન્ચ કહેવાશે.

SBIએ પોતાના ખાતા ધારકો માટે નવી સ્કીમ શરૂ કરી છે, જેમા તમે કોઇ પણ SBI બ્રાન્ચમાં કોઇ પણ પ્રકારના વધારા ચાર્જ વિના કેશ જમા કરાવી શકો છો. આ પહેલા ગ્રાહક ઘણીવાર પોતાની હોમ બ્રાન્ચમાં ન જઇને બીજી શાખામાં પૈસા જમા કરાવતા હતા, પૈસા જમા કરાવવા પર ગ્રાહકોએ ચાર્જ આપવો પડતો હતો.