SBI gave big warning to customers by tweeting! If this app is kept in the phone then the bank account can be empty
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • SBIની ચેતવણી! જો ફોનમાં રાખી આ એપ તો ખાલી થઈ જશે તમારું બેંક એકાઉન્ટ

SBIની ચેતવણી! જો ફોનમાં રાખી આ એપ તો ખાલી થઈ જશે તમારું બેંક એકાઉન્ટ

 | 4:45 pm IST
  • Share

ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા દિવસેને દિવસે છેતરપિંડીના કેસો વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ ગ્રાહકો માટે એક એલર્ટ જારી કર્યું છે. એસબીઆઈએ લોકોને ટ્વીટ દ્વારા કોઈ પણ અનધિકૃત મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. એસબીઆઇએ કહ્યું છે કે આવી મોબાઇલ એપ્લિકેશનો છેતરપિંડી કરનારાઓને તમારા ડિવાઇસ પર નિયંત્રણ મેળવવા તેમજ તમારા સંપર્કો, પાસવર્ડ્સ અને નાણાકીય એકાઉન્ટ્સની એક્સેસની મંજૂરી આપે છે.

બેંકે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે કેટલીક મોબાઇલ એપ્લિકેશન તમારી સંવેદનશીલ માહિતી સાથે છેડછાડ કરીને તમારી વ્યક્તિગત માહિતીને ઉજાગર કરી શકે છે. એસબીઆઇ તમને એપ્લિકેશનના ઉપયોગથી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી જણાવી રહ્યું છે. આ કેપ્શનની સાથે એક તસવીર પણ પોસ્ટ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોની સુરક્ષા માટે ઘણી ટીપ્સ જણાવી દેવામાં આવી છે.

SBI એ આપ્યા બચવાના ઉપાય

એસબીઆઇએ કહ્યું છે કે ગ્રાહકોએ હંમેશાં વેરિફાઇડ એપ ડાઉનલોડ કરવી જોઈએ.

કોઈપણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા પહેલા તપાસ કરો કે તે કઈ કંપની બનાવે છે અને તે વેરિફાઇડ છે કે નહીં?

કોઈપણ નવી એપ્લિકેશનને પરવાનગી આપતી વખતે સાવચેત રહો. ધ્યાનમાં રાખો કે પરવાનગી એપ્લિકેશન જે પૂછે છે તે મહત્વપૂર્ણ છે?

કોઈપણ એપ્લિકેશનમાં ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ વિગતો સાચવશો નહીં.

તમારા સ્માર્ટફોનને નિયમિતપણે અપડેટ કરતા રહો.

મફત સ્ક્રીનસેવર ટાળો, કારણ કે આવી એપ્લિકેશનોમાં ઇનબિલ્ટ જોખમ છુપાયેલું હોય છે.

ફોરવર્ડ સંદેશામાં મળેલી કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન