એસબીઆઈના આ આઠ ખાતા, લઘુત્તમ બેલેન્સમાં નહીં લાગે ચાર્જ - Sandesh
NIFTY 10,378.15 -48.70  |  SENSEX 33,737.96 +-118.82  |  USD 64.9375 +0.05
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Business
 • એસબીઆઈના આ આઠ ખાતા, લઘુત્તમ બેલેન્સમાં નહીં લાગે ચાર્જ

એસબીઆઈના આ આઠ ખાતા, લઘુત્તમ બેલેન્સમાં નહીં લાગે ચાર્જ

 | 6:23 pm IST

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ લઘુત્તમ બેલેન્સ ન હોવાને લીધે ગ્રાહકોના ખાતામાંથી રૂ. 1,771 કરોડ ખંખેરી લેતા વિવાદ ભડકી ઉઠ્યો છે. વિવાદને પગલે એસબીઆઈએ ટ્વિટ કરી આઠ એવા ખાતાની વિગતો આપી છે જેમાં લઘુત્તમ બેલેન્સ ન હોય તો પણ કોઈ જ ચાર્જ વસુલ લેવાતો નથી.

એસબીઆઈની ટ્વિટ મુજબ આ ખાતામાં શૂન્ય બેલેન્સ હશે, તો પણ લઘુત્તમ બેલેન્સના સંજોગોમાં કોઈ ચાર્જની વસુલાત કરાશે નહીં.  આમા નાની બચત, બેઝિગ સેંવિગ્સ એકાઉન્ટ સહિત અન્ય ખાતાઓનો સમાવેશ થાય છે.

આ આઠ ખાતાની વિગતો નીચે પ્રમાણે છે

 1. નો ફ્રીલ ખાતુ
 2. સેલરી પેકેજ ખાતું
 3. બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપાઝિટ
 4. સ્મોલ સેવિંગ્સ એકાઉન્ટ
 5. પહલા કદમ અથવા પહલી ઉડાન
 6. પેન્શનર્સ એકાઉન્ટ
 7. માઈનોર એકાઉન્ટ
 8. ફાઈનાન્સિયલ ઈન્ક્લુઝન એકાઉન્ટ

ખાતેદાર એસબીઆઈમાં તેના વર્તમાન બચત ખાતાને આ આઠ ખાતામાં ફેરવી શકે છે અને લઘુત્તમ બેલેન્સમાંથી મુક્તિ મેળવી શકે છે.

હાલમાં એસબીઆઈના બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ ફરજિયાત છે. જો આમ ન કરાય તો ખાતામાંથી સીધેસીધા ચાર્જ વસુલ કરી લેવાય છે.