sbi-hikes-benchmark-lending-rate
  • Home
  • Business
  • એસબીઆઈના ગ્રાહકોને ઝાટકો, લોન લેવી પડશે મોંઘી

એસબીઆઈના ગ્રાહકોને ઝાટકો, લોન લેવી પડશે મોંઘી

 | 3:22 pm IST

સરકારી દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. હવે એસબીઆઇની હોમલોન, ઓટોલોન લેવા પર વધુ વ્યાજ ચુકવવાનું રહેશે. ભારતીય સ્ટેટ બેંકે બેચમાર્કની લોન એટલેકે એમસીએલઆર 0.20 ટકાનો વધારો કર્યો છે. આ વધારો ત્રણ વર્ષથી વધારાના સમયાવધી માટે છે જે વધીને 8.1 ટકા થયો છે.

બેંકની વેબસાઇટ પર એમસીએલઆર 7.9 ટકા હતો. એક વર્ષની એમસીએલઆર 8.25 ટકા વધતા 8.45 થયો છે. બેંકે ભારતીય રિઝર્વ બેંક તરફથી વધારવામાં આવેલ મુદ્રા સમિક્ષામાં વધારેલા રેપો રેટમાં 0.25નો વધારો કર્યો છે. વર્તમાન રેપો રેટમાં 6.50 ટકા છે. 28 જાન્યુઆરી 2014માં રેપો રેટ વધ્યો હતો.

એમસીએલઆરએ ન્યૂનતર દર છે જેમાં નીચેના દરોથી કોઈ બેંક પોતાના ગ્રાહકોને લોન આપી શકે નહી. આ નવા દર લાગુ પડતા એસબીઆઈની લોન લેવી પડશે મોંઘી