sbi-launches-a-special-account-with-zero-balance-for-kids
  • Home
  • Business
  • SBI બાળકો માટે લાવ્યુ ઝીરો બેલેન્સવાળુ ખાસ એકાઉન્ટ

SBI બાળકો માટે લાવ્યુ ઝીરો બેલેન્સવાળુ ખાસ એકાઉન્ટ

 | 11:22 am IST

નાની ઉંમરે બચત કરતા બાળકોને શિખવવાથી તેના ખુબ ફાયદા થાય છે. બાળપણની આ આદત મોટા થયા પછી ખુબ જ કામમાં આવે છે. જો તમારા ઘરમાં બાળકો છે અને તેનું બેન્ક એકાઉન્ટ ખોલવા માંગો છો. તો એસબીઆઇની આ સ્કીમ તમારા માટે ફાયદાકારક રહેશે. જે ખાસ બાળકો માટે છે. આનું નામ ‘પહેલા કદમ’ અને ‘પહેલી ઉડાન’ છે. આ યોજના અંતર્ગત બાળકો સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકે છે.

આ એકાઉન્ટમાં જે પણ સુવિધાઓ આપવામાં આવી છે તે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખુબ જ લાભદાયી છે. આ યોજના અંતર્ગત માતા-પિતા પોતાના 18 વર્ષથી નાની ઉંમરના બાળકોનું ખાતું ખોલાવી શકે છે. બાળકોના ભવિષ્યને ખાસ ઘડવામાટે આ વિશેષ સેવિંગ એકાઉન્ટ SBI તરફથી મળે છે જેનો ફાયદો બાળકો મોટા થયા પછી સમજતા થાય ત્યાં સુધીમાં તેમની પાસે ખાસીએવી રકમ જમા થઈ જશે.

બાળક મોટુ થતા તેના ખર્ચા વધતા હોય છે કેટલાક મા-બાપ તેના સંતાનોના ભવિષ્યનું ખુબ સારુ પ્લાનીંગ કરતા હોય છે આવા એકાઉન્ટમાં તમે ચોક્કસ રકમ જમા કરાવતા રહો તો બાળક મોટુ થતા એક સાથે રકમ મેળવી શકશે.

આ બેન્ક એકાઉન્ટમાં બાળકોને ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, એટીએમ કાર્ડ, ચેકબુક જેવી સુવિધાઓ આપવામાં આવે છે. આ એકાઉન્ટના બે પ્રકાર છે. એક એકાઉન્ટ 10 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે છે. જ્યારે પહેલી ઉડાન 10 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે છે. જે Uniformly Signature કરી શકે છે. આ એકાઉન્ટ માતા-પિતા સાથે જોઇન્ટ હશે.

આ એકાઉન્ટમાં કોઇપણ પ્રકારનું મિનિમમ બેલેન્સ રાખવાનું નથી. એટલે કે એકાઉન્ટમાં શુન્ય બેલેન્સ છે તો પણ કોઇ પ્રકારનો ચાર્જ નહીં લાગે. તમે મેક્સિમમ બેલેન્સ 10 લાખ રૂપિયા સુધી રાખી શકો છો.

આ એકાઉન્ટમાંથી દરરોજ માત્ર 5000 રૂપિયા ઉપાડી શકાશે. જેમાં બિલ પેમેન્ટ, ઓપનિંગ ઈ ટર્મ ડિપોઝિટ, ઈ સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ, ઈ રિકરિંગ ડિપોઝિટ, ઇન્ટરનેટ બેન્ક ફન્ડ ટ્રાન્સ્ફર નો ઉપયોગ કરી શકો છો. આ એકાઉન્ટમાં ચેક બુકની સુવિધા આપવામાં આવી છે. જે એકાઉન્ટ ઓપનિંગ સમયે 10 ચેક આપવામાં આવે છે.