sbi offering gold car and personal loans with zero processing fee via yono app
  • Home
  • Business
  • SBIમાં ખાતુ ધરાવનારા માટે મોટા સમાચાર, હવેથી મળશે આ સુવિધાઓ તદ્દન ફ્રી…

SBIમાં ખાતુ ધરાવનારા માટે મોટા સમાચાર, હવેથી મળશે આ સુવિધાઓ તદ્દન ફ્રી…

 | 12:18 pm IST

દેશભરમાં હાલ નવરાત્રિ અને દીવાળીને લઇને SBIએ તેના ગ્રાહકો માટે ખાસ ઓફર લઇને આવી છે. આ ઓફરમાં બેન્ક (BANK) ગ્રાહક સસ્તામાં ગોલ્ડ લોન (Gold Loan) , કાર અને પર્સનલ લોન ઓફર કરી રહી છે. તે સિવાય બેન્ક આ દરેક લોન પર પ્રોસેસિંગ ફી જીરો કરી દીધી છે. SBIની યોનો એપ (YONO app) દ્વારા લોન લેનારા ગ્રાહકોને પ્રોસેસિંગ ફી આપવી પડશે નહીં. State Bank Of Indiaએ ટ્વિટ કરીને આ ઓફર અંગે જાણકારી આપી દીધી છે.

SBIએ ટ્વિટ કરીને આપી જાણકારી

SBIએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને આ ઓફર અંગે જાણકારી આપી છે. બેન્કે ટ્વિટમાં લખ્યું છે કે આ તહેવાપી સીઝનમાં ગોલ્ડ, કાર અને પર્સનલ લોન પર ખાસ ઓફર મળી રહી છે. ગ્રાહક YONO એપ દ્વારા આ લોનો માટે એપ્લાય કરી શકે છે.

ચેક કરો લોનના વ્યાજ દર

SBIએ ગોલ્ડ લોન (SBI Gold Loan) લેનારા ગ્રાહકોને 7.5 ટકા મિનિમમ interest rate પર લોન આપવાની રજુઆત કરી છે. જેમા ગ્રાહકોને 36 મહિનાના રીપેમેન્ટ (Gold Loan Repayment)ની સુવિધા મળશે. હાલના સંકટમાં ગ્રાહકો માટે પરવડે તેવી ક્રેડિટની ઉપલબ્ધતા આપી SBI 9.6 ટકાના દરે પર્સનલ લોન ઓફર કરી રહી છે. તે સિવાય કાર લોન માટે વ્યાજ દર 7.5 ટકા છે.

બેન્ક આપી રહી છે પ્રી-અપ્રુવ્ડ લોનની સુવિધા

તે સિવાય બેન્ક તેના ગ્રાહકોને પ્રી-અપ્રુવ્ડ પેપરલેસ પર્સનલ લોન આપી રહી છે. ડિજિટલ બેન્કની વધતી ઉપયોગિતાને જોતા SBI તેના YONO App યૂઝર્સ માટે કાર અને ગોલ્ડ લોન પ્રી-અપ્રુવ્ડ પેપરલેસ લોન આપવાની વ્યવસ્થા કરી છે.

આ પણ જુઓ : ઓઢવમાં કેમિકલ માફિયાઓ બેફામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન