SBIના ATM કાર્ડ પર મળશે 'આ' સુવિધા, કરોડો કસ્ટમર્સને થશે સીધો ફાયદો - Sandesh
NIFTY 10,990.20 -17.85  |  SENSEX 36,435.60 +-84.36  |  USD 68.5375 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • SBIના ATM કાર્ડ પર મળશે ‘આ’ સુવિધા, કરોડો કસ્ટમર્સને થશે સીધો ફાયદો

SBIના ATM કાર્ડ પર મળશે ‘આ’ સુવિધા, કરોડો કસ્ટમર્સને થશે સીધો ફાયદો

 | 1:44 pm IST

ભારતીય સ્ટેટ બેન્ક (એસ.બી.આઇ)એ પોતાના કરોડો એ.ટી.એમ કાર્ડધારકો માટે યૂનિક સર્વિસ એપ લૉન્ચ કરી છે. આ એપની મદદથી તમે પોતાના એ.ટી.એમ કાર્ડને કન્ટ્રોલ કરી શકો છો. આ સાથે જ કાર્ડનાં ખોવાઇ જવા પર આ એપની મદદથી તમે કાર્ડને બ્લોક પણ કરાવી શકો છો.

એસ.બી.આઇ એ પોતાની આ એપને ક્વીક નામ આપ્યુ છે. બેન્કે આ એપને એન્ડ્રોઇડ અને આઇઓએસ બંન્ને વર્ઝન પર લૉન્ચ કરી છે. બેન્ક અનુસાર કોઇ પણ ગ્રાહક આ એપની મદદથી પોતાના કાર્ડને કન્ટ્રોલ કરી શકે છે. ત્યાં જ આ એપની મદદથી એટીએમના પિનને પણ જનરેટ કરી શકાય છે.

આ એપ વિશે જાણકારી આપવા માટે એસ.બી.આઇ એ પોતાના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ પણ કર્યુ છે. એસ.બી.આઇ ક્વિક આમ તો મિસ કોલ તથા એસ.એમ.એસ બેન્કીંગ સુવિધા છે પરંતુ હવે તેની એપ પણ છે, જેનાથી તમે વધુ સરળતાથી એસ.બી.આઇની સુવિધાનો લાભ લઇ શક્શો. આમ તો એસ.બી.આઇ ક્વિકમાં બાકીનાં એસ.બી.આઇ માફક ઘણા ફઇચર્સ છે પરંતુ એટીએમ માટે અલગથી કેટલીક સુવિધા છે.

કેવી રીતે કામ કરશે
સૌ પહેલા આ એપને શરૂ કરવા માટે તમાપે રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. જેના માટે તમાપે એપનાં રજીસ્ટ્રેશન ફિચરમાં જઇેને જે નંબર પર એપ ડાઉનલોડ કરી છે તેને એન્ટર કરવાનો છે. જેના પછી તમારૂ રજીસ્ટ્રેશન થઇ જશે.

બ્લોક પણ કરી શકો છો કાર્ડ
જો તમારૂ એ.ટી.એમ કાર્ડ ખોવાઇ ગયુ છે અને તેને તમે બ્લોક કરવા માંગો છો તો તમારા એ.ટી.એમ કમ ડેબિટ કાર્ડ ફિચરમાં જઇ તમારે કાર્ડ બ્લોકિંગ સિલેક્ટ કરવાનું છે. તેના પછી કાર્ડનાં છેલ્લા 4 ડિઝિટ નંબર એન્ટર કરીને કંન્ટિન્યૂ સિલેક્ટ કરવાનું છે. આ સર્વિસ માટે તમારે કેટલોક ચાર્ઝ પણ ચૂકવવાનો રહેશે. આ સિવાય SMS દ્વારા આવું કરવા ઇચ્છો છો તો તમારે BLOCK– space– ડેબિટકાર્ડનાં છેલ્લા ચાર ડિઝિટ લખીને 567676 પર SMS કરવાનો છે.