sbi-report-states-may-get-rupee-22700-cr-from-oil-price-rise
  • Home
  • Business
  • SBIએ રજૂ કર્યો રિપોર્ટ કેવી રીતે ઓછા થઈ શકે છે પેટ્રોલ-ડિઝલના ભાવ

SBIએ રજૂ કર્યો રિપોર્ટ કેવી રીતે ઓછા થઈ શકે છે પેટ્રોલ-ડિઝલના ભાવ

 | 5:58 pm IST

પેટ્રોલ-ડિઝલના ભાવો રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. દિલ્હીથી લઈને મહારાષ્ટ્ર સુધી પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં આગ લાગેલી છે. કેન્દ્ર સરકાર પર આ એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા તૈયાર નથી. તો રાજ્ય પણ વેટ ઘટાડવા તૈયાર નથી. પણ ચોંકાવનારી વાત એ છે કે જનતા પરેશાન છે તો રાજ્યો તગડી કમાણી કરી રહ્યા છે. દેશની સૌથી મોટી બેન્ક SBI ના રિસર્ચ રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. જો રાજ્ય પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડો કરે તો રાજ્યના ખજાનાને મોટો ફટકો પડે.

એસબીઆઈના રિપોર્ટ અનુસાર પેટ્રોલ-ડિઝલની કિંમતો વધતા 19 મુખ્ય રાજ્યોને 2018-19માં 22,700 કરોડની વધારાની કમાણી થઈ છે. SBIઆ રિપોર્ટ ઓઇલની કિંમત 75 ડૉલર પ્રતિ બેરલ તેનું મુલ્ય 72 રૂપિયા માની કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર રાજ્ય પેટ્રોલના ભાવમાં 3.20 તો ડીઝલમાં 2.30 રૂપિયા ઘટાડી શકે છે. પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ડિલરના કમીશન પર રાજ્ય વેટ લગાવે છે. SBI કુલ 19 રાજ્યો પર રિચર્સ કર્યુ છે. 19 રાજ્યોમાં પેટ્રોલ પર 24% થી 39% વેટ લાગે છે. તો ડિઝલપર 17% થી 28% વેટ લાગે છે. પેટ્રોલ-ડિઝલની ભાવ વધવાની અસર વેટની કિંમત પર પડે છે, જેનાથી રાજ્યોની સીધી આવક વધે છે. નાણાં વર્ષ 2017-18માં રાજ્યોમાં વેટથી 1.84 લાખ કરોડની કમાણી થઈ હતી, આ વર્ષે તેમને 22700 કરોડની કમાણી થશે તેવું અનુમાન છે.

રાજ્ય ઈચ્છેતો પેટ્રોલની ડિઝલની કિંમત થોડી ઘટાડી શકે છે. પેટ્રોલ પર 3.20 રૂપિયા તો ડિઝલ પર 2.30 રૂપિયા ઘટાડી શકે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, કર્નાટક જેવા રાજ્યો પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડે તેવી શક્યતા છે.