આધાર કાર્ડ લિંક કરાવાની ડેડલાઇનને કેન્દ્ર સરકાર વધારશે

સરકારી યોજનાઓનો લાભ ઉઠાવા માટે આધાર કાર્ડની ફરજીયાત કરવાની ડેડલાઇનને સરકાર હવે વધારીને 31મી માર્ચ 2018 કરશે. સુપ્રીમ કોર્ટમાં આધાર કાર્ડની અનિવાર્યતાને લઇ સુનવણી દરમ્યાન સરકારે આ વાત કહી છે. કેન્દ્ર સરકારની તરફથી શુક્રવારના રોજ અધિસૂચના રજૂ કરી આધારની અનિવર્યતાની ડેડલાઇનને વધારાશે. અત્યાર સુધી સ્કીમોનો લાભ ઉઠાવા માટે 31 ડિસેમ્બર 2017 સુધી આધાર કાર્ડને લિંક કરવું જરૂરી હતું.
ગુરૂવારના રોજ સરકારી યોજનાઓનો લાભ ઉઠાવા માટે આધાર કાર્ડની અનિવાર્યતાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી દરમ્યાન સરકારે આ વાત કહી છે. આધારની અનિવાર્યતા પર પ્રતિબંધ મૂકવાની અરજી પર સુપ્રીમ કોર્ટે સંવૈધાનિક બેન્ચની રચના કરવાની વાત કહી છે. આવતા સપ્તાહે તેની રચના થશે. ત્યારબાદ આ બેન્ચ જ તમામ અરજીઓ પર સુનવણી કરશે.
The Union of India told the Supreme Court three-judge bench that the dates for linking Aadhaar card to bank account, mobile and many other services will likely be extended to 31st March, 2018. pic.twitter.com/vZsj4W2e7J
— ANI (@ANI) December 7, 2017
કેસની સુનવણી દરમ્યાન આધાર કાર્ડની અનિવાર્યતાને પડકારતી અરજીઓને સુપ્રીમ કોર્ટમાંથી કેસને ઝડપી પતાવાની પણ માંગણી કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન