Judges to meet CJI Dipak Misra today over Justice KM Joseph ‘downgrade’
  • Home
  • Featured
  • SCમાં જસ્ટિસ જોસેફ મામલે વિવાદ વધ્યો, CJI પાસે મામલો પહોંચ્યો

SCમાં જસ્ટિસ જોસેફ મામલે વિવાદ વધ્યો, CJI પાસે મામલો પહોંચ્યો

 | 7:03 pm IST

જસ્ટિસ કેએમ જોસેફનો વરિષ્ઠતાક્રમ ઘટાડી દેવાના કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી સુપ્રીમ કોર્ટન ઘણાં જ્જો નારાજ થયા છે. સોમવારે આ બાબતે SCના કેટલાંક જ્જોએ મુખ્ય ન્યાયધીશો દીપક મિશ્રાની સાથે મુલાકાત કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અત્રે નોંધનીય છે કે, મંગળવારે જસ્ટિસ જોસેફની સાથે અન્ય બે જ્જો પણ સુપ્રીમ કોર્ટન જ્જ તરીકે શપથ ગ્રહણ કરશે.

સુપ્રીમ કોર્ટના ઉચ્ચપદ પર સ્થાન ધરાવતાં અધિકારીએ CJI સાથે મુલાકાત કરી હતી. જેમાં જસ્ટિસ એમબી લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ પણ શામેલ હતા, જે કોલિજિયમના સભ્ય છે. ચીફ જસ્ટિસ સૌથી વરિષ્ઠ જ્જ રંજન ગોગોઈ ત્યાં હાજર ન હતા.

મુખ્ય ન્યાયધીશે તેમને મળવા આવેલા જ્જોને આશ્વાસન આપ્યું છે કે તેઓ જસ્ટિસ ગોગોઈ સાથે આ અંગે ચર્ચા કરશે તેમજ કેન્દ્ર સાથે પણ આ મામલે ચર્ચા કરશે. શુક્રવારે ત્રણ જ્જોની સુપ્રીમ કોર્ટમાં નિમણુંક માટે કેન્દ્ર સરકાર તરફથી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કેએમ જોસેફને યાદીમાં ત્રીજા સ્થાન પર રાખવામાં આવ્યા છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, મદ્રાસ હાઈકોર્ટન ચીફ જસ્ટિસ જ્જ ઈન્દિરા બેનર્જી પ્રથમ, ઓડિસા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જ્જ વિનીત શરણ બીજા સ્થાને અને જસ્ટિસ જોસેફ ત્રીજા પર છે. જસ્ટિસ જોસેફને સુપ્રીમ કોર્ટમાં સ્થાન માટે કોલિજિયમ અને કેન્દ્ર વચ્ચે મોટો વિવાદ ચાલી રહ્યો છે.

જો કે નોંધનીય છે કે, 2016માં ઉત્તરાખંડ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું, જેને હાઈકોર્ટના જ્જ દ્વારા ફગાવવામાં આવ્યું હતું અને તેમાં મુખ્ય ન્યાયધીશ તરીકે જસ્ટિસ જોસેફ તેનું નેતૃત્વ કરી રહ્યા હતા. ઉત્તરાખંડમાં તે સમયે કોંગ્રેસ સરકાર હતી અને સરકારને આ નિર્ણય સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન