આગામી 24 કલાકમાં સુપ્રીમ કોર્ટના જજ મતભેદો સુલઝાવી લેશે : એટર્ની જનરલ - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • આગામી 24 કલાકમાં સુપ્રીમ કોર્ટના જજ મતભેદો સુલઝાવી લેશે : એટર્ની જનરલ

આગામી 24 કલાકમાં સુપ્રીમ કોર્ટના જજ મતભેદો સુલઝાવી લેશે : એટર્ની જનરલ

 | 8:39 pm IST

સુપ્રીમ કોર્ટના 4 સૌથી વરિષ્ઠ જજો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્ય ન્યાયાધિસ દીપક મિશ્રાની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલ ઉઠાવવાની અભૂતપૂર્વ ઘટના પર એટર્ની જનરલ કે કે વેણુગોપાલે આશા વ્યક્ત કરી છે કે શનિવાર સુધીમાં વિવાદ ઉકેલાઈ જશે. વેણુગોપાલે કહ્યું હતું કે આગામી 24 કલાક સુધીમાં સુપ્રીમ કોર્ટના જજ સાથે મળીને મતભેદોને દૂર કરશે.

જોકે કે કે વેણુગોપાલે એમ પણ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના 4 જજો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવા જેવા પગલાથી બચી શકાયુ હોત અને હવે ન્યાયાધિસોએ સંપૂર્ણ સદભાવ સાથે કામ કરવું પડશે. જજોની પ્રેસ કોન્ફરન્સ બાદ મુખ્ય ન્યાયાધિસ દીપક મિશ્રા સાથે મુલાકાત કરનારા વેણુગોપાલે આશા વ્યક્ત કરી હતી કે મુખ્ય ન્યાયાધિસ સહિત તમામ જજ હવે આ પ્રસંગને ધ્યાનમાં રાખી ‘મતભેદ ઉભા કરનારા પરિબળો’ નો ‘સંપૂર્ણ અંત’ આણશે.

એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટના 4 વરિષ્ઠ જજો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવાની ઘટનાને વખોડી કાઢી હતી અને કહ્યું હતું કે આજે જે કંઈ ઘટ્યું તે ટાળી શકાતું હતું. જજોએ હવે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે મતભેદોએ અંત આવે અને ભવિષ્યમાં સંપૂર્ણ સદભાવ અને પરસ્પર સમજણ ઉભી થાય. હું આશ્ચસ્ત છૂં કે મુખ્ય ન્યાયાધિસ સહિત તમામ જજો ઘટનાની સંવેદનશીલતાને સમજશે. જોકે વેણુગોપાલે મુખ્ય ન્યાયાધિસ સહિત અન્યો સાથે થયેલા વિચાર-વિમર્શની જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 4 જજો ઉપરાંટ તમામે આજે લંચ બ્રેક સમયે બેઠક કરી હતી અને સંવેદનશીલ ઘટનાક્રમ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી.

સુપ્રિમ કોર્ટના 4 વરિષ્ઠ જજ જસ્ટિસ જસ્તી ચેલમેશ્વર, જસ્ટિસ રંગન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ. આ કોન્ફરન્સ જસ્ટિસ જસ્તી ચેલમેશ્વરના ઘર પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે મુખ્ય ન્યાયાધિસની કાર્યપ્રણાલી પર ગંભીર પ્રશ્નાર્થ સર્જ્યા હતાં અને પ્રશાસનિયન અનિયમિતતાઓના આરોપ લગાવ્યાં હતાં.