જાસૂસી: ઇસરોના વૈજ્ઞાનિક નંબી 24 વર્ષે આ રીતે સાબિત થયા નિર્દોષ - Sandesh
  • Home
  • Featured
  • જાસૂસી: ઇસરોના વૈજ્ઞાનિક નંબી 24 વર્ષે આ રીતે સાબિત થયા નિર્દોષ

જાસૂસી: ઇસરોના વૈજ્ઞાનિક નંબી 24 વર્ષે આ રીતે સાબિત થયા નિર્દોષ

 | 3:17 pm IST

ચહેરા પર કલંકથી મુકત થયાનો ભાવ આજે ઇસરોના રિટાયર્ડ સાયન્ટિસ્ટ એસ.નંબી નારાયણથી વધુ કોઇ ના જોઇ શકે. પહલેાં વૈજ્ઞાનિક અને પછી જાસૂસીનો આરોપ અને હવે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક નાયારણ માટે 14મી સપ્ટેમ્બરનો દિવસ ખાસ રહેશે. નારાયણની કહાની કોઇ ફિલ્મી વાર્તા જેવી છે. ષડયંત્ર, આરોપ, ધરપકડ અને પછી કોર્ટની તારીખ પે તારીખ. 24 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ કહ્યું કે વૈજ્ઞાનિક નારાયણની કેરળ પોલીસે ખોટી રીતે ધરપકડ કરી હતી અને તેમને માનસિક પ્રતાડના આપી. સુપ્રીમ કોર્ટે ઇસરો વૈજ્ઞાનિકને 50 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેળ આપ્યો છે. આવો જાણીએ રોકેટ સાયન્ટિસ્ટ નારાયણની જાસૂસીના આરોપમાં ધરપકડ થતાં બેદાગ બહાર નીકળવા સુધીની આખી વાર્તા….

1994માં પહેલી વખત ધરપકડ થઇ
ઑકટોબર 1994ના રોજ માલદીવની એક મહિલા મરિયમ રાશિદાની તિરૂવનંતપુરૂમથી ધરપકડ કરાઇ. રાશિદાને ઇસરોના સ્વદેશી ક્રાયોજનિક એન્જિનની ડ્રાઇંગની ગુપ્ત માહિતી પાકિસ્તાનને વેચવાના આરોપમાં ધરપકડ કરાઇ હતી.

પછી નારાયણની નવેમ્બર, 1994માં ધરપકડ થઇ:
તિરૂવનંતપુરમમાં ઇસરોના ટોપ વૈજ્ઞાનિક અને ક્રાયોજનિક પ્રોજેકટના ડાયરેકટર નારાયણ સહિત બે વૈજ્ઞાનિકોની ડી.શશિકુમારન અને ડેપ્યુટી ડાયરેકટરના ચંદ્રશેખરની ધરપકડ કરાઇ હતી. આ સિવાય રૂસી સ્પેસ એજન્સીના એક ભારતીય પ્રતિનિધિ એસ.કે.શર્મા, એક લેબર કોન્ટ્રાક્ટર અને રાશિદાની માલદીવની મિત્ર ફૌજિયા હસનની પણ ધરપકડ કરાઇ હતી. આ બધા પર પાકિસ્તાનને ઇસરો રોકેટ એન્જિનની સિક્રેટ માહિતી અને બીજી માહિતી બીજા દેશોને આપવાનો આરોપ હતો. ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓએ નારાયણની પૂછપરચ્છ શરૂ કરી દીધી. નારાયણે આરોપોનું ખંડન કર્યું અને તેને ખોટા ગણાવ્યા.

ડિસેમ્બર 1994: કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. સીબીઆઈએ પોતાની તપાસમાં ઇન્ટેલિજન્સ બ્યુરો અને કેરળ પોલીસના આરોપ યોગ્ય ગણાવ્યા નથી.
– જાન્યુઆરી, 1995: ઇસરોના બે વૈજ્ઞાનિક અને બિઝનેસમેનને બેલ પર છોડી દેવામાં આવ્યા. જો કે માલદીવના બંને નાગરિકોને જામીન મળશે નહીં
– એપ્રિલ 1996: સીબીઆઈ એ ચીફ જ્યુડિશયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફાઇલ એક રિપોર્ટમાં કહ્યું કે આ કેસ નકલી છે અને આરોપોના પક્ષમાં કોઇ પુરાવા નથી
– મે 1996: કોર્ટે સીબીઆઈનો રિપોર્ટ સ્વીકારી લીધો અને ઇસરો જાસૂસી કેસ મામલે ધરપકડ તમામ આરોપીઓને છોડી દીધા. ત્યારબાદ સીપીએમની નવી સરકારે કેસની ફરીથી તપાસનો આદેશ આપ્યો
– મે 1998: સુપ્રીમ કોર્ટે કેરળ સરકાર દ્વારા આ કેસની ફરીથી તપાસના આદેશને રદ કરી દીધો
– 1999: નારાયણે વળતર માટે અરજી દાખલ કરી. 2001માં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે કેરળ સરકારને ક્ષતિપૂર્તિનો આદેશ આપ્યો, પરંતુ રાજ્ય સરાકેર આ આદેશને પડકાર્યો
– સપ્ટેમ્બર 2012: હાઇકોર્ટે રાજ્ય સરકારને નારાયણને 10 લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો
– એપ્રિલ 2017: સુપ્રીમ કોર્ટમાં નારાયણની અરજી પર એ પોલીસ અધિકારીઓ પર સુનવણી શરૂ થઇ જેમણે વૈજ્ઞાનિકોને ખોટી રીતે કેસમાં ફસાવ્યા હતા. નારાયણને કેરળ હાઇકોર્ટના આદેશની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો જેમાં કહ્યું હતું કે પૂર્વ ડીજીપી અને પોલીસના બે રિટાયર્ડ અધિક્ષકો કે.કે.જોશુઆ અને એસ.વિજયનની વિરૂદ્ધ કોઇપણ કાર્યવાહીની જરૂર નથી
– મે 2018: ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની નેતૃત્વમાં જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ ડી.વીઆ.ચંદ્રચુડની ત્રણ જજોની બેન્ચે કહ્યું કે તેઓ નારાયણને 75 લાખ રૂપિયા વળતર અને તેની પ્રતિષ્ઠાને ફરી સ્થાપિત કરવા અંગે વિચાર કરી રહ્યાં છે
– 14 સપ્ટેમ્બર 2018: સુપ્રીમ કોર્ટે ઉત્પીડનનો શિકાર બનેલા ઇસરો વૈજ્ઞાનિક નારાયણને 50 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો. કોર્ટે આ કેસમાં એક જ્યુડિશયલ તપાસનો પણ આદેશ આપ્યો.

જ્યારે અધિકારીએ કહ્યું હતું, મને ચપ્પલથી મારજો
ધરપકડના સમયને યાદ કરતાં નારાયણે થોડાંક મહિના પહેલાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કેવી રીતે એક ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીએ કહ્યું હતું કે સર અમે અમારી ડ્યુટી કરી રહ્યાં છીએ. તમે જે કહી રહ્યાં છો જો તે સાચું હશે તો તમે મને ચંપલથી મારી શકો છો. બે દાયકા બાદ પણ નારાયણને આ વાત યાદ છે.