SC rejects Padmanabha swamy temple trusts plea to exempt it from audit
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કેરળના પદ્મનાભ સ્વામી મંદિરનું 25 વર્ષનું ઓડિટ કરવા સુપ્રીમનો આદેશ

કેરળના પદ્મનાભ સ્વામી મંદિરનું 25 વર્ષનું ઓડિટ કરવા સુપ્રીમનો આદેશ

 | 7:00 am IST
  • Share

કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં આવેલા પ્રસિદ્ધ શ્રી પદ્મનાભ સ્વામી મંદિરના સંચાલનને લઇને રાજ પરિવાર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે રસાકસીમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે મંદિર ટ્રસ્ટને કહ્યું છે કે તે આગામી ત્રણ મહિનામાં છેલ્લા ૨૫ વર્ષોના ખર્ચનો હિસાબ આપે. મંદિર ટ્રસ્ટે છેલ્લા ૨૫ વર્ષોના હિસાબની વિગતો આપવામાં રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેને સર્વોચ્ચ કોર્ટે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે આ અંગે સ્પષ્ટતા કરી દીધી હતી કે મંદિર ટ્રસ્ટે ત્રણ મહિનામાં છેલ્લા ૨૫ વર્ષોની આવક અનેે ખર્ચાનું ઓડિટ કરાવવાનું રહેશે. જેમાં મંદિરની સાથે ટ્રસ્ટના નાણાકીય હિસાબો સામેલ કરવાના રહેશે. આ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂરી કરી લીધી છે અને ચુકાદો ગયા અઠવાડિયે અનામત રાખ્યો હતો. ગયા વર્ષે આ મંદિરના ખજાનાનું ઓડિટ કરાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ મંદિર ટ્રસ્ટે ઓડિટમાંથી રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.  

જૂન ૨૦૧૧માં સુપ્રીમ કોર્ટે પુરાતત્ત્વ વિભાગ તથા ફાયર બ્રિગેડને આદેશ કર્યો હતો કે મંદિરમાં આવેલા સાત ગુપ્ત ભોંયરાઓને ખોલવામાં આવે. જેના પગલે આ ભોંયરાઓને ખોલવામાં આવતા તેમાંથી એક લાખ કરોડના હીરા અને ઝવેરાત નીકળ્યા હતા. પરંતુ ત્યારબાદ વોલ્ટ બી એટલે કે સાતમા ભોંયરાના દરવાજા આગળ કોબ્રા સાપના ચિત્રને જોતા તેને ખોલવાનું ટાળવામાં આવ્યું હતંુ. સુપ્રીમ કોર્ટે આ ભોંયરાને ખોલવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો