SC reserves verdict on Rafale review & Contempt Petition Against Rahul
  • Home
  • India
  • ‘ચોકીદાર ચોર છે’ મામલે SCમાં માગ- રાહુલની માફી રદ કરી એક્શન લેવામાં આવે

‘ચોકીદાર ચોર છે’ મામલે SCમાં માગ- રાહુલની માફી રદ કરી એક્શન લેવામાં આવે

 | 5:01 pm IST

રાફેલ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. શુક્રવારે સુનાવણી સમયે સૌથી પહેલાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પોતાની વાત મૂકી હતી. તેઓએ આરોપ લગાવ્યો કે, સરકાર તરફથી ખોટા દસ્તાવેજ રજૂ કરાયા છે. જેના પર કાર્યવાહી કરવી જરૂરી છે. કોર્ટમાં સુનાવણી વખતે ઉગ્ર દલીલો પણ થઈ. પ્રશાંત ભૂષણ દ્વારા લગાવેલાં આરોપોનો જવાબ AG કેકે વેળુગોપોલ રાવે આપ્યા હતા.

લાંબી દલીલો બાદ સુપ્રીમ કોર્ટ રાફેલ પર દાખલ પુનર્વિચાર અરજી અને રાહુલ ગાંધીના અવમાનના મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે, પ્રશાંત ભૂષણ પુનર્વિચાર અરજી પર સરકારની દલીલોનો જવાબ 2 અઠવાડિયામાં આપવો પડશે.

પ્રશાંત ભૂષણે કહ્યું કે, રાફેલ વિમાન સોદા પહેલાં સુરક્ષિત સમિતિની બેઠક 2017માં મળી હતી, એવામાં સોદાને લઈ કોઈ બેઠક થઈ ન હતી. પણ કોર્ટમાં આ બેઠકને લઈને ખોટો દાવો રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી સમયે પ્રશાંત ભૂષણે મેગેઝિન અને અખબારના થોડા દસ્તાવેજ પણ રજૂ કર્યા, જેના આધાર પર પુનર્વિચાર અરજી દાખલ કરાઈ છે.

તેમણે આરોપ લગાવ્યો કે, સોદાને ફાઈનલ કરવાની નક્કી પ્રક્રિયાના ઘણી જોગવાઈઓને સરકારે પોતાની સુવિધા મુજબ હટાવી દીધી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, જ્યારે ડીલની પ્રક્રિયા ચાલી રહી હતી, કો પીએમઓ તરફથી અલગથી ડીલ કરવામાં આવી રહી હતી.

પુનર્વિચાર અરજીની સાથે સુપ્રીમ કોર્ટમાં આજે રાહુલ ગાંધી મામલે પણ સુનાવણી થઈ. મીનાક્ષી લેખીના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં અપીલ કરી કે, રાહુલ ગાંધીની માફીને નામંજૂર કરી તેમના પર કાર્યવાહી કરવામાં આવે. આ મામલે રાહુલ તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, અમે પહેલાં જ આ મામલે ખેદ વ્યક્ત કરી ચૂક્યા છીએ.

રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર છે’ના નારા સાથે સુપ્રીમ કોર્ટના નામનો ઉપયોગ કર્યો હતો. જેના પર મિનાક્ષી લેખીએ અરજી દાખલ કરી હતી, રાહુલ ગાંધી આ મામલે ખેદ વ્યક્ત કરી ચૂક્યા છે. પણ ખેદને બ્રેકેટમાં રજૂ કરતાં સુપ્રીમ કોર્ટે તેના પર આપત્તિ દર્શાવી હતી.

તો રાફેલ મામલે પ્રશાંત ભૂષણના આરોપોનો જવાબ આપતાં AG કેકે વેણુગોપાલે કહ્યું કે. પુનર્વિચાર અરજીમાં કાંઈપણ નવું નથી, ફક્ત ચોરી કરાયેલાં કાગળોને જોડવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે, જો કોઈએ કાગળ જ ચોરી કર્યા ન હોત તો, તે ફોટોસ્ટેટ ક્યાંથી લાવતાં. તેઓએ તર્ક આપ્યો કે, 23 સપ્ટેમ્બર 2016ના રોજ બે સરકારો વચ્ચે ડીલ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન