સુપ્રીમ કોર્ટ : આધાર ફરજિયાત કરવા માટે દબાણ ન કરી શકાય, લિંક માટેની ડેડલાઈન પણ લંબાવી - Sandesh
  • Home
  • India
  • સુપ્રીમ કોર્ટ : આધાર ફરજિયાત કરવા માટે દબાણ ન કરી શકાય, લિંક માટેની ડેડલાઈન પણ લંબાવી

સુપ્રીમ કોર્ટ : આધાર ફરજિયાત કરવા માટે દબાણ ન કરી શકાય, લિંક માટેની ડેડલાઈન પણ લંબાવી

 | 5:14 pm IST

આધારકાર્ડ મામલે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી રહી છે. આધાર લિંક માટે સમાન્ય જનતાને મોટી રાહત મળી રહી છે. સુપ્રીમ કોર્ટે આધાર લિંકની સમયસીમાને ચુકાદો આવવા સુધી લંબાવી દીધું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી ચુકાદો આવશે નહીં ત્યાં સુધી બેન્ક અકાઉન્ટ અને મોબાઈલ ફોનને આધરા સાથે જોડવાની સમય સીમા વધારવામાં આવે છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વમાં સંવિધાનિક બેન્ચે કહ્યું કે, સરકાર આધારને ફરજિયાત કરવા માટે લોકોને જબરજસ્તી કરી શકે નહીં.

અત્રે નોંધનીય છે કે, બેન્ક એકાઉન્ટ અને મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ નક્કી કરવામાં આવી હતી. તેમજ હાલની કેન્દ્ર સરકાર તમામ જન કલ્યાણકારી યોજનાઓને આધાર સાથે લિંક કરી ચુકી છે. જેના માટે પારદર્શિકતાનું કારણ આપવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં આધાર એક્ટની માન્યતાને પણ પડકારવામાં આવી છે. અરજી કરનાર તરફથી એવી દલીલ કરવામાં આવી રહી છે કે, યુનિક આઈડેનટિટી નંબરના ઉપયોગના પરિણામે નાગરિક અધિકારોનો અંત આવી જશે અને નાગરિકતા માત્ર દસ્તાવેજો પૂરતી જ રહી જશે. આધાર જ્યારથી લાવવામાં આવ્યો છે ત્યારથી આવ્યો છે ત્યારથી તેના પર સુનાવણી ચાલી રહી છે. ઘણાં સામાજિક કાર્યકર્તા અને હાઈકોર્ટના ભૂતપૂર્વ જજો દ્વારા આધાર સ્કીમવે સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી રહી છે. આ મામલે ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એકે સિકરી, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચ સૂનાવણી કરી રહી છે.