SC ST act oppose by open cast people in surat and Jamnagar Dist
  • Home
  • Gujarat
  • SC/ST એક્ટના સંશોધન રજુ થતાં જ વિરોધ, ભારત બંધથી રાજ્યમાં ઠેરઠેર ઉગ્ર પ્રદર્શન

SC/ST એક્ટના સંશોધન રજુ થતાં જ વિરોધ, ભારત બંધથી રાજ્યમાં ઠેરઠેર ઉગ્ર પ્રદર્શન

 | 2:38 pm IST

રાજ્યમાં એક તરફ જ્યાં અનામત આંદોલન માટે હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ છે ત્યારે એસ.સી./એસ.ટી. એક્ટમાં કેન્દ્ર સરકારે સંશોધન રજૂ કરતા તેની વિરુદ્ધ આજે સર્વણ સમુદાયે ભારત બંધ નું એલાન આપ્યું છે. જેના પડઘાં આજે જામનગરના વેપારીઓ પણ જોડાયા હતા અને આ બંધ ના એલાનમાં જામનગરના સર્વણકારોએ વિરોધ કર્યો હતો.

સર્વણસમાજ દ્વારા રાષ્ટ્ર વ્યાપી બંધ ના એલાનને જામનગરના વેપારીઓ સર્વણસમાજ ના આગેવાનો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો અને સર્વણસમાજના લોકો બેનરો સાથે એકઠા થઇ દુકાનોને બંધમાં સામેલ થવા અપીલ કરી રહ્યાં હતા. આ સાવચેતીના ભાગરૂપે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો હતો.

વિવિધ સમાજના આગેવાનો રાજપૂત સમાજ જામનગર માં રાજપૂત કરણી સેનાના માર્ગદર્શન હેઠળ દ્વારા સરકાર શ્રી દ્વારા એસ.સી./એસ.ટી. એક્ટનું બિલ સંસદ માં મંજુર કરી લાગુ કરી સંસદમાં પાસ કરી સર્વણસમાજને અન્યાય કર્યો છે તેવા સુત્રોચાર કર્યા હતા. અને સર્વણસમાજના આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થઈને કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદન આપવા જતા પોલીસ દવારા તેના વિરોધ પ્રદર્શન ને અટકાવી સર્વણસમાજના 40 જેટલા લોકોની અટકાયત કરી હતી. અને સર્વણ સમાજના લોકોએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં અમો તેનો જવાબ આપીશું સરકારે આ કાયદા થી પોતાના પગ પર કુહાડો માર્યો છે.

તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી હતી. જેમાં સુરતમાં પણ બંધના પડ્ઘા સાંભળવા મળ્યા હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં ઉત્તર ભારતીય સમાજના લોકો દ્ગારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાં આવેલ તેરેનામ ચોકડી પાસે દુકાનો બંધ કરાવતા વિવાદ વધ્યો હતો અને પોલીસે તાત્કાલિક પગલાં ભરવા પડ્યા હતા. જેમાં પોલીસે 5 લોકોની અટકાયત કરી હતી. આ પછી પરિસ્થિતિ સામાન્ય બની છે અને જનજીવન રાબેતા મુજબ ફરીથી શરૂ થયું છે.