NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • તામિલનાડુમાં પોંગલ પર ‘નો જલ્લીકટ્ટુ’, સુપ્રીમનો શનિવાર પહેલા ચૂકાદાનો ઈન્કાર

તામિલનાડુમાં પોંગલ પર ‘નો જલ્લીકટ્ટુ’, સુપ્રીમનો શનિવાર પહેલા ચૂકાદાનો ઈન્કાર

 | 2:32 pm IST

તામિલનાડુમાં આ વર્ષે પણ પોંગલ તહેવાર પર જલ્લીકટ્ટુનું આયોજન થઈ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે શનિવાર પહેલા જલ્લીકટ્ટુ પર ચૂકાદો આપવાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે ચૂકાદાનો ડ્રાફ્ટ તૈયાર છે પરંતુ શનિવાર પહેલા તે શક્ય નથી. કોર્ટના આ જવાબથી નારાજ તામિલનાડુ સરકારે જણાવ્યું કે રાજ્યમાં દરેક વ્યક્તિ આ ખેલ થાય તેવું ઈચ્છે છે.

ડીએમકેએ સુપ્રીમ કોર્ટના આ આદેશને નિરાશાજનક ગણાવ્યો છે. પાર્ટીના નેતા મનુ સુંદરમે જણાવ્યું કે અમને આ ફેસલાથી ખુબ નિરાશા છે. જલીકટ્ટુના આયોજનનું હજુ પણ એક રસ્તો છે. કેન્દ્ર સરકાર જો ઈચ્છે તો આ મામલે વટહુકમ લાવી શકે છે. અત્રે જણાવવાનું કે 2014માં સુપ્રીમ કોર્ટે જાનવરો સાથે બર્બરતા થતી હોવાના આધારે જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ લાદ્યો હતો. જો કે તામિલનાડુ સરકારે કોર્ટના આ ફેંસલાનો વિરોધ કર્યો હતો. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની આ ચૂકાદા પર પુનર્વિચાર કરવાની અરજીને પણ ફગાવી દીધી હતી.

જલ્લીકટ્ટુ પર કેમ છે વિવાદ?

જલ્લીકટ્ટુ તામિલનાડુનો પરંપરાગત ખેલ છે. પોંગલ (મકરસંક્રાંતિ)ના અવસરે બળદો/સાંઢની દોડ કરાવવામાં આવે છે અને તેને કાબુમાં લેવાની કોશિશ કરાય છે. આ રમતમાં અનેક લોકોના જીવ જવાના કારણે વિવાદની શરૂઆત થઈ હતી. જાનવરોના હિતોની રક્ષા કરતી સંસ્થા PETA સહિત અન્ય સંગઠનોએ આ રમતને જાનવરો સાથે ક્રુરતા ગણાવીને તેના પર રોકની માગણી કરી હતી. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે રમતમાં સાંઢના ઉપયોગ પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો.