'ચૂંટણી દલીલ' પર બરાબર ફસાયા કપિલ સિબ્બલ, સુન્ની બોર્ડે જ પ્રશ્ન ઉઠાવ્યો - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ‘ચૂંટણી દલીલ’ પર બરાબર ફસાયા કપિલ સિબ્બલ, સુન્ની બોર્ડે જ પ્રશ્ન ઉઠાવ્યો

‘ચૂંટણી દલીલ’ પર બરાબર ફસાયા કપિલ સિબ્બલ, સુન્ની બોર્ડે જ પ્રશ્ન ઉઠાવ્યો

 | 2:21 pm IST

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાના મુદ્દાની સુનવણીને આવનારી લોકસભા ચૂંટણી સુધી ટાળવાની દલીલ કર્યા બાદ સુન્ની વક્ફ બોર્ડના વકીલ કપિલ સિબ્બલ ચારેય બાજુથી ઘેરાતા દેખાઇ રહ્યાં છે. પીએમ મોદી અને ભાજપાએ પ્રહારો કર્યા બાદ હવે સુન્ની વક્ફ બોર્ડ એ જ સિબ્બલથી છેડો ફાડી લીધો છે, જેનો પક્ષ રાખી તેમણે સુપ્રીમ કોર્ટમાં આ દલીલ કરવાનું કહ્યું હતું.

સુન્ની વક્ફ બોર્ડના સભ્ય અને બાબરી મસ્જિદના પક્ષકાર હાજી મહેબૂબે સિબ્બલના નિવેદનને ખોટું ગણાવતા કહ્યું કે હા કપિલ સિબ્બલ અમારા વકીલ છે, પરંતુ આ એક રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે. સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલું તેમનું નિવેદન ખોટું છે. અમે આ મુદ્દે ઝડપથી સમાધાન માંગીએ છીએ. આપને જણાવી દઇએ કે મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે આ મુદ્દાની સુનવણીને 2019ની સામાન્ય ચૂંટણી ટાળવી જોઇએ.

ભાજપા નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે એક વકીલ હોવાના નાતે કપિલ સિબ્બલ દલીલો રજૂ કરી શકે છે પરંતુ તેમણે ભૂલવું ના જોઇ કે તેઓ પૂર્વ કાયદામંત્રી રહી ચૂકયા છે. એ વાતથી તેને શું મતલબ છે કે તેઓ આ મુદ્દાને 2019 સુધી ટાળવા માંગે છે. તેની બહાર શું અસર પડશે? આ કેટલીય બાબતોમાં ગેરજવાબદાર અને ખોટું છે.

તેમના આ નિવેદન પર પ્રહારો કરતાં ગુજરાતના ધંધુકાની રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે આખરે 2019માં ચૂંટણી કૉંગ્રેસ લડશે કે પછી સુન્ની વક્ફ બોર્ડ લડશે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને એ વાત પર કોઇ આપત્તિ નથી કે કપિલ સિબ્બલ મુસ્લિમ સમુદાયની તરફથી લડી રહ્યા છે પરંતુ તેઓ એવું કંઇ રીતે કહી શકે છે કે આવનાર ચૂંટણી સુધી અયોધ્યા કેસનો કોઇ ઉકેલ જ આવવો જોઇએ નહીં. તેનો સંબંધ લોકસભા ચૂંટણી સાથે કંઇ રીતે છે?

એટલું જ નહીં ભાજપા પ્રવક્તા જીવીએલ નરસિંહ પાવે સિબ્બલની દલીલના બ્હાને રાહુલ ગાંધી પર નિશાન સાંધતા તેમને ‘બાબર ભકત’ અને ‘ખિલજીના સંબંધી’ ગણાવી દીધા.