scary scenes of Nisarg Cyclone in Mumbai, you will be shocked to see it viral video
  • Home
  • Featured
  • મુંબઇમાં તબાહી મચાવનારા નિસર્ગ વાવાઝોડાના ડરામણાં દ્રશ્યો આવ્યા સામે, જોઇને છુટી જશે કંપારી

મુંબઇમાં તબાહી મચાવનારા નિસર્ગ વાવાઝોડાના ડરામણાં દ્રશ્યો આવ્યા સામે, જોઇને છુટી જશે કંપારી

 | 3:25 pm IST

હવામાન વિભાગ (આઇએમડી) એ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘નિસર્ગ’ નામના ચક્રવાતને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હાલ મહારાષ્ટ્રના તટીય વિસ્તારથી તોફાન નિસર્ગ ટકરાયું છે મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે તેજ હવા ચાલી રહી છે. દરિયામાં ઉંચા મોજાં ઉછશી રહ્યા છે. મુંબઇના શહેરી વિસ્તારમાં પણ તેજ પવન ફૂંકાઇ રહ્યો છે. તો ઘણી જગ્યાએ ઝાડ પડી રહ્યા છે. હાલ મુંબઇની હાલત ખૂબ ખરાબ છે.

હાલ આ તોફાનના કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમા ઝાડ પડી ગયા છે. લોકોના ઘર પરના છાપરા ધડાધડ ઉડી રહ્યા છે. અલીબાગ વિસ્તારમાં નિસર્ગ તોફાનની ખતરનાક અસર જોવા મળી રહી છે. પ્રશાસને દરિયા કિનારાની નજીકથી લોકોને હટાવી દીધા છે. મુંબઇમાં તોફાનના કારણે બાંદ્રા વર્લી સી લિંકને બંધ કરી દેવામાં આવ્યું છે. તો આવો જોઇએ તબાહી મચાવનારા નિસર્ગ વાવાઝોડાના ડરાવના વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન