શિવલિંગ પર માંસ ચઢાવતા સાધુનો Video સોશિયલ મીડિયા પર ફરતો થયો - Sandesh
NIFTY 10,556.40 -8.90  |  SENSEX 34,394.87 +-32.42  |  USD 66.0550 +0.27
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • શિવલિંગ પર માંસ ચઢાવતા સાધુનો Video સોશિયલ મીડિયા પર ફરતો થયો

શિવલિંગ પર માંસ ચઢાવતા સાધુનો Video સોશિયલ મીડિયા પર ફરતો થયો

 | 2:55 pm IST

શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. આ સમગ્ર મહિનામાં લોકો ભગવાન શંકરની આરાધના કરે છે અને દારૂ-માંસથી દૂર રહે છે. શ્રાવણ મહિનામાં સોશિયલ મીડિયા પર પણ ભગવાનના મેસેજ, ફોટો અને વીડિયો વાઈરલ થતા હોય છે. આવામાં જ એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં કેટલાક સાધુ શિવલિંગ પર માંસ ચઢાવતા નજરે આવ્યા છે. આ વીડિયોમાં કેટલાક સાધુ શિવલિંગ પાસે બેસીને શિવની આરાધના કરી રહ્યાં છે. પૂજા દરમિયાન એક સાધુ શિવલિંગ પર માંસ ચઢાવી રહ્યો છે. ત્યારે એક મહિલા તેને આવુ કરતા રોકે છે. ત્યારે સાધુ કહે છે કે, શિવ માટે બધુ એકસરખુ છે. આટલુ કહીને તે માંસ શિવલિંગ પર ચઢાવી દે છે.

Got this video in WhatsApp

Posted by Sidharth Mohanty on Wednesday, July 12, 2017

આ વીડિયો ફેસબુક થી લઈને વોટ્સએપ પર શેર કરાઈ રહ્યો છે. હકીકતમાં આ વીડિયો ક્લિપ એક ટીવી સીરિયલ હર હર મહાદેવની છે. સીરિયલના આ સીનમાં સમજાવવાનો પ્રયાસ કરાયો છે કે, જો મન સાચુ હોય તો શિવ કંઈ પણ ગ્રહણ કરી લે છે.