School Bus Accident two year old girl die
  • Home
  • Bhavnagar
  • 2 વર્ષની વિદ્યાર્થિની પર સ્કૂલ બસ ફરી વળી, માથુ કચડાતા ઘટનાસ્થળે જ મોત

2 વર્ષની વિદ્યાર્થિની પર સ્કૂલ બસ ફરી વળી, માથુ કચડાતા ઘટનાસ્થળે જ મોત

 | 1:22 pm IST

ભાવનગરમાં ફરી એકવાર સ્કૂલ બસ વિદ્યાર્થીનીનાં મોતનું કારણ બની છે. શહેરના ચિત્રા સ્વામિનારાયણ ગુરુકુલની સ્કૂલ બસના પાછળના વહીલમાં આવી જતા બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીનું મોત નિપજતા પરિવાજનોમાં આક્રોશ ફેલાઈ ગયો છે. અને જ્યાં સુધી શાળાના સંચાલકો તેમજ બસ ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ના થાય ત્યાં સુધી લાશ લેવા માટે ઇન્કાર કરી દીધો છે પરિવારજનો હોસ્પિટલનાં પી.એમ રૂમ બહાર બેસી શાળા સંચાલકો વિરૂદ્ધ કઠોર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

ભાવનગર શહેરના ચિત્રા GIDC સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કૂલમાં ધોરણ 2માં અભ્યાસ કરતી દિયા મુકેશભાઈ વાઢેર નિત્યક્રમ મુજબ સ્કૂલેથી છુટી સ્કૂલ બસમાં ઘરે આવી હતી. અને તેના દાદા તેને લેવા આવ્યા હતા, જો કે ઘર પાસે સ્કૂલ બસમાથી બાળા ઉતરે તે પૂર્વે બસ ડ્રાઈવરે બેદરકારીપૂર્વક પોતાનું વાહન ચલાવી દેતા બાળા ફસડાઈ પડી હતી અને તેનું મસ્તક વ્હીલ તળે કચડાઈ જતાં માસુમ બાળાનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

આ અકસ્માત સર્જીને બસ સાથે ચાલક નાસી છુટ્યો હતો. જો કે આ ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. આજ રોજ પરિવારવજનો તેમજ દલિત સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને જ્યાં સુધી શાળાના સંચાલક અને બસ ડ્રાઇવર સામે માનવ વધનો ગુન્હો દાખલ ના થાય ત્યાં સુધી લાશ લેવાનો ઇન્કાર કરી હોસ્પિટલના પી એમ રૂમ સામે બેસી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન