School Collage student protest in favor of Hardik Patel goes fire, Situation is worst
  • Home
  • Ahmedabad
  • રાજ્યભરમાં હાર્દિકના સમર્થનમાં યુવાનોનું ઉગ્ર આંદોલન, શાળા-કોલેજોની બહાર વિસ્ફોટક સ્થિતિ

રાજ્યભરમાં હાર્દિકના સમર્થનમાં યુવાનોનું ઉગ્ર આંદોલન, શાળા-કોલેજોની બહાર વિસ્ફોટક સ્થિતિ

 | 12:43 pm IST

હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસ આંદોલનના આજે 14 દિવસ થતાં રાજ્યમાં વિવિધ સ્થાનો પર ઉગ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં વિવિધ સ્થાનો પર વિદ્યાર્થીઓ તરફથી ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં શાળા કોલેજો બંધ કરાવવા સુધીના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેમાં ગઇકાલે પણ હાર્દિકના સમર્થનમાં સુરતના વરાછા વિસ્તારમાં કોલેજની બહાર વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જે પછી સાજે સુરતના સીમાડા વિસ્તારમાં આવેલી આશાદીપ સ્કુલના વિદ્યાર્થીઓએ ધરણાં કર્યા હતા. વિદ્યાર્થીઓએ પાટીદારની ટોપી પહેરી હતી અને જય પાટીદાર જય સરદારના નારા લગાવ્યા હતા. જેના કારણે સ્કુલ પ્રશાસને શાળાનો મેન ગેટ બંધ કરી દીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા હાર્દિકના સમર્થનમાં અને અલ્પેશ કથીરિયાને જેલ મુક્ત કરવવાની માગ કરવામાં આવી રહી છે.

જ્યારે બોટાદના તાલુકા સેવા સદનની પાસે હાર્દિકના સમર્થકોએ ચક્કાજામ કર્યો હતો અને કલાકો સુધી સ્કુલ બસ રોક રસ્તાં પર આંદોલન શરૂ કર્યું હતું. જે પછી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચતા પરિસ્થિતિ કાબુમાં લેવામાં આવી હતી અને બસને મુક્ત કરવામાં આવી હતી. અહીં 50 જેટલાં વિદ્યાર્થીઓ એકત્ર થઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જય પાટીદાર જય સરદારના નારા લગાવ્યા હતા.

આજે વહેલી સવારથી જ રાજકોટમાં પણ વિરોધ સૂર સાંભળવા મળ્યો હતો. રાજકોટની આત્મીય કોલેજ બંધ કરાવવા માટે હાર્દિકના સમર્થકો મોટી સંખ્યામાં પહોચ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને અંદર પ્રવેશવાથી રોકવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જે પછી પોલીસે પરિસ્થિતિની ગંભીરતા જોતાં આત્મીય કોલેજમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

આ તરફ બનાસકાંઠામાં પણ હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદાર વિદ્યાર્થીઓ રોડ પર આવી કર્યા સૂત્રોચ્ચાર કરતાં જોવા મળ્યા હતા. જેમાં કર્ણાવત સ્કૂલના વિદ્યાર્થીઓએ સરકાર સામે ન્યાયની માગણીના સુત્રોચ્ચાર કર્યા હતા. અને હાર્દિકના સમર્થનમાં નારા લગાવ્યા હતા.