ચાલતી કારમાં બાળકીએ કર્યું એવું કે...., જુઓ હચમચાવી નાંખે તેવો વીડિયો - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ચાલતી કારમાં બાળકીએ કર્યું એવું કે…., જુઓ હચમચાવી નાંખે તેવો વીડિયો

ચાલતી કારમાં બાળકીએ કર્યું એવું કે…., જુઓ હચમચાવી નાંખે તેવો વીડિયો

 | 4:17 pm IST

આપણે તમામ લોકોને ખબર છે કે સ્કૂલ જનાર દરેક બાળક પર નિયત સમયની અંદર પોતાનું હોમવર્ક પુરું કરવાનું દબાણ હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવું બાળક જોયું છે જે પોતાનું હોમવર્ક પુરું કરવા માટે પોતાનો જીવ જોખમમાં નાંખી દીધો હોય.. જી હા.. ચીનમાં આવી એક ઘટના સામે આવી છે. અહીં એક છોકરીએ પોતાનું હોમવર્ક પુરું કરવા માટે ચાલતી કારની છતને પોતાનું સ્ટડી ટેબલ બનાવ્યું હતું. આ મામલાનો આખો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનામાં સામે આવ્યું છે કે, ચીનના શૈંગચૂ શહેરનો આ વીડિયો 14 મેનો છે. આ વીડિયોમાં સ્કૂલ જનાર એક છોકરી ચાલતી કારની બારીમાંથી બહાર નીકળીને પોતાનું હોમવર્ક પુરું કરતી દેખાઈ રહી છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પોતાનો જીવ જોખમમાં નાંખીને આ છોકરીએ કારની છતને સ્ટડી ટેબલ બનાવ્યું છે અને તેના પર પોતાની નોટબુક રાખીને હોમવર્ક પુરું કરી રહી છે.

લોકો આ વીડિયોમાં દેખાઈ રહેલી છોકરીના માતા-પિતાને નિશાન બનાવીને તેમને દોષિત માની રહ્યા છે. જો કે આ ઘટના સમયે છોકરીના પિતા પણ સાથે હતા, પરંતુ તે સમયે પિતા પોતાના મિત્ર સાથે વાત કરવામાં વ્યસ્ત હતા. આ મામલો સામે આવ્યા પછી છોકરીના પિતાએ પોતાને દોષિત માન્યા છે અને પોતાની પુત્રીને ફરીથી આવું ન કરવા સલાહ આપી હતી.