School Removed Daughter Of Bollywood Actor Javed Haider over Fee Issue
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સ્કૂલ ફી ન ભરતાં આ એક્ટરની દીકરીને ઓનલાઈન ક્લાસમાંથી કાઢી મૂકી, કહ્યું- અમારા પર દયા ખાઓ

સ્કૂલ ફી ન ભરતાં આ એક્ટરની દીકરીને ઓનલાઈન ક્લાસમાંથી કાઢી મૂકી, કહ્યું- અમારા પર દયા ખાઓ

 | 9:18 pm IST
  • Share

કોરોના કાળમાં ન ફક્ત સામાન્ય માનવી પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં લોકોને પણ મોટો ફટકો પડ્યો છે. ફિલ્મો અને વેબ સીરિઝમાં સાઈડ રોલ કરતાં એક્ટ્રસની હાલત કોરોના કાળમાં સાવ ખરાબ થઈ ગઈ છે. જેનો એક ચોંકાવનારો કિસ્સો કેરેક્ટર આર્ટિસ્ટ જાવેદ હૈદરનો સામે આવ્યો છે. જાવેદ લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. અને પોતાના કેરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે શરૂ થઈ હતી. તે યાદો કી બારાતથી લઈને વોન્ટેડ, રાધે, દબંગ 3 જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

બાળપણથી એક્ટિંગ કરી રહેલ જાવેદ હૈદર અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. જો કે આ સમયે જાવેદ કામના કારણે જબરદસ્ત આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. અને તેની દીકરીની સ્કૂલની ફી ભરવા માટે પણ ફાંફા પડી રહ્યા છે.

એક ઈન્ટરવ્યૂમાં જાવેદ જણાવ્યું કે, મારી એક દીકરી છે. જે ધોરણ 8મા ભણે છે. એક પિતા હોવાને કારણે મારો પ્રયાસ છે કે તેને હું સારી તાલીમ અપાવી શકું. પહેલા જ્યાં સુધી કામ ચાલી રહ્યું હતું ત્યાં સુધી કોઈ સમસ્યા ન હતી. પણ છેલ્લા થોડા દિવસોથી સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. મારી દીકરીના ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે. 3 મહિના સુધી તો સ્કૂલે ફી માફ કરી હતી. પણ પછી અમને દર મહિને 2500 રૂપિયા ભરવાના હતા. તેવામાં હું સ્કૂલમાં ગયો અને સંચાલકોને વાત કરી તો તેઓએ કહ્યું કે, 3 મહિનાની ફી તો માફ કરી હતી.

જાવેદે આગળ કહ્યું કે, મને સમજમાં આવતું નથી કે સ્કૂલ અમારા જેવા વાલીઓ પર દયા ખાતી કેમ નથી. લોકડાઉનને કારણે છેલ્લા 2 વર્ષથી ઓનલાઈન ક્લાસિસ ચાલી રહ્યા છે. હું નિયમિત ફી ભરતો હતો. પણ થોડા મહિનાઓથી ફી જમા કરાવી શકતો ન હતો. તેવામાં મારી દીકરીને ઓનલાઈન ક્લાસમાંથી નીકાળી દીધી હતી. અને ક્યાંયથી પૈસાનું સેટિંગ કરીને ફી ભરી ત્યારે તેને ક્લાસમાં બેસવા દેવામાં આવી હતી. વધારે ફરિયાદ કરું તો દીકરીના ભણતર ઉપર અસર પડશે.

અનેક મોટા સ્ટાર્સ સાથે જાવેદે કામ કર્યું છે. તેણે કહ્યું કે, મને અનેક વખત લોકોએ કહ્યું કે હું તેમની પાસે મદદ માગી લઉ. થોડું ઘણું નામ કમાવ્યું છે. તેવામાં બોલવામાં શરમ આવે છે કે સંબંધ ખરાબ ન થઈ જાય. પૈસા એવી વસ્તુ છે કે તમે પૈસા માગો અને સામેવાળો ઈગ્નોર કરવાનું શરૂ કરી દે છે તો મુસીબત થઈ જાય છે. અનેક વખત તમે કામ માટે કોલ કરો છો. તો પણ તેઓ ઈગ્નોર કરે છે. અને ડર એ રહે છે કે જે કામ તમને મળવાનું છે એ પણ જતું રહે છે. એટલા માટે નોન ફિલ્મી દોસ્તોથી ઉધાર કે પછી પત્નીના દાગીના તેમજ ઘરના પેપર ગીરવે મુકીને અમે લોકો કામ ચલાવીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન