સાયન્સ   ટોક -  હોક-આઈ ટેક્નિકના શોધક ડો. પોલ હોકિન્સ - Sandesh
  • Home
  • Featured
  • સાયન્સ   ટોક –  હોક-આઈ ટેક્નિકના શોધક ડો. પોલ હોકિન્સ

સાયન્સ   ટોક –  હોક-આઈ ટેક્નિકના શોધક ડો. પોલ હોકિન્સ

 | 4:35 pm IST

ક્રિકેટની રમતમાં અમ્પાયરની કામગીરી કપરી હોય છે. બોલ કઈ દિશામાં ગયો, ક્યાંથી ટર્ન લીધો, બેટને અડયો કે નહીં? સ્ટમ્પને ટચ થયો કે નહીં. આવી બીના પર સતત ધ્યાન રાખવું કપરું કામ છે. ન્મ્ઉ આઉટ થયો કે નહીં. તે નક્કી કરવું કઠિન હોય છે. બેટ્સમેનની આગલી તરફ, બાજુમાં અને પાછલી તરફ ગોઠવેલા કેમરાથી આ કામ સરળ બની શકે. આ ટેક્નિકનો અમલ કેવી રીતે નક્કી કરવો તે માટે ડો. પોલ હોકિન્સે સોફ્ટવેર પ્રોગ્રામ તૈયાર કર્યો.

બે વર્ષની જહેમત પછી ૨૦૦૧માં તે તૈયાર થયો. ન્મ્ઉના ચુકાદાની આ વીજાણુ સિસ્ટમનુંુ નામ હોક-આઈ રાખ્યું. હોક તેના નામનો પહેલો શબ્દ હતો અને ચપળ દૃષ્ટિ ધરાવતા શિકારી પક્ષી શકરાને અંગ્રેજીમાં હોક (ઁટ્વુા) કહેવાય છે. આ નવી રીતનો પહેલો પ્રયોગ ૨૧ એપ્રિલ, ૨૦૦૧ના રોજ ઇંગ્લેડ વિરુદ્ધ પાકિસ્તાનની ક્રિકેટમેચ લોર્ડ્ઝ ખાતે રમાઈ હતી ત્યારે ‘ચેનલ-૪’ ટેલિવિઝન નેટવર્કમાં થયો હતો. તેમાં અમ્પાયર કરતાં પણ પ્રેક્ષકોને વધુ લાભ થયો. અમ્પાયરને ભય એટલા માટો લાગતો હતો કે ન્મ્ઉનો ચુકાદો આપવામાં ભૂલ થઈ હોય તો આ સિસ્ટમથી સાચી વાત જાહેર થઈ જાય છે. આમ, આ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ થાય છે.