સાયન્સ  ટોક : આપણને ખબર પણ ન પડે અને શરીરની ગુપ્ત રીતે તપાસ થાય, એવું કેવી રીતે બને? - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  •  સાયન્સ  ટોક : આપણને ખબર પણ ન પડે અને શરીરની ગુપ્ત રીતે તપાસ થાય, એવું કેવી રીતે બને?

 સાયન્સ  ટોક : આપણને ખબર પણ ન પડે અને શરીરની ગુપ્ત રીતે તપાસ થાય, એવું કેવી રીતે બને?

 | 7:19 pm IST

એરપોર્ટ પર આપણાં શરીરની ચકાસણી કરવામાં આવે છે. હવે બ્રિટનમાં રિમોટ વડે સ્કેનિંગ કરવામાં આવે છે. એટલે કે આપણને ખબર પડતી નથી કે આપણા શરીરની તપાસ થઈ છે. આ સ્કેનિંગમાં ટેટ્રાહર્ટઝ રેડિયો તરંગનો ઉપયોગ થાય છે.

તેના વડે આપણા પોશાકની અંદર સંતાડેલી ચીજની જાણ થાય છે. તે ઉપરાંત શરીરના ઘાટઘૂટ અને ચઢાવ-ઉતાર વિશે પણ માહિતી મળે છે. સ્ક્રીન પર શરીરનાં બધાં લક્ષણો રજૂ થાય છે. આને ‘બોડી સ્ક્રિનિંગ’ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકામાં આ પ્રકારના બોડી સ્ક્રિનિંગ સામે ઊહાપોહ થયો છે. ત્યાંના સિવિલ લિબર્ટીઝ યુનિયને આવા સ્ક્રિનિંગ અને સ્કેનિંગ સાથે વાંધો લીધો છે.