સાયન્સ  ટોક : અવકાશયાત્રીનું રક્ષણ 'સ્પેસ શૂટ' દ્વારા કેવી રીતે થાય છે? - Sandesh
NIFTY 10,709.20 -31.90  |  SENSEX 35,264.43 +-123.45  |  USD 67.7300 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kids Corner
  • સાયન્સ  ટોક : અવકાશયાત્રીનું રક્ષણ ‘સ્પેસ શૂટ’ દ્વારા કેવી રીતે થાય છે?

સાયન્સ  ટોક : અવકાશયાત્રીનું રક્ષણ ‘સ્પેસ શૂટ’ દ્વારા કેવી રીતે થાય છે?

 | 3:19 pm IST

અવકાશયાત્રી જ્યારે સ્પેસ ક્રાફ્ટની બહાર લાઇફ સપોર્ટ વાતાવરણમાં હોય ત્યારે સ્પેસ શૂટ ઘણો ઉપયોગી નીવડે છે. આવા પોશાકનાં કેટલાંક અગત્યનાં કાર્યો હોય છે. સ્પેસ ક્રાફ્ટની અંદર અને બહાર આ પોશાક ઘણો ઉપયોગી છે. અવકાશમાં શૂન્યાવકાશમાં તેના વડે હવાનું દબાણ પૃથ્વી પર હોય તેટલું કે તેનાથી થોડું ઓછું જળવાઈ છે. આ પોશાક દ્વારા અવકાશયાત્રીને જરૂરી ઓક્સિજન મળી રહે છે અને વધારાનો અંગારવાયુ દૂર થાય છે. તે ઉપરાંત અવકાશયાત્રીને વધુ પડતી ઠંડી કે ગરમીથી બચાવે છે. તેમાં મજબૂત અવાહકો હોય છે તથા ઠંડાં પ્રવાહી આવરણો હોય છે, જેથી અવકાશયાત્રીના શરીરનું ઉષ્ણતામાન જળવાઈ રહે છે. અવકાશમાં થતી વિકિરણની અસરને પણ તે અવરોધે છે. તેમાં સંરક્ષક મજબૂત આવરણો પણ હોય છે. આ રીતે વાતાવરણનાં દબાણ અને ઉષ્ણતામાનને જાળવી રાખવામાં પોશાક મદદરૂપ બને છે.

  • નરેન્દ્ર પટેલ