સાયન્સ  ટોક : મોટરકારના હોર્સપાવર ગણતરી કઈ રીતે કરવામાં આવે છે? - Sandesh
  • Home
  • Featured
  • સાયન્સ  ટોક : મોટરકારના હોર્સપાવર ગણતરી કઈ રીતે કરવામાં આવે છે?

સાયન્સ  ટોક : મોટરકારના હોર્સપાવર ગણતરી કઈ રીતે કરવામાં આવે છે?

 | 6:06 pm IST

હોર્સપાવરના બે પ્રકાર ગણવામાં આવે છે. બ્રેક હોર્સપાવર અને સૂચિત હોર્સપાવર (ઇન્ડિકેટેડ). ઇન્ડિકેટેડ હોર્સપાવરથી ગણતરી કરવા માટેનું સૂત્ર આ પ્રમાણે છે.

એન્જિનના પ્રત્યેક પિસ્ટન પર દર ચોરસ ઇંચે લાગતું દબાણ અને બધાં પિસ્ટનના ઉપરની સપાટીનું ક્ષેત્રફળ ચોરસ ઇંચમાં, દરેક સ્ટ્રોકની લંબાઈ ફૂટમાં, મિનિટદીઠ પાવર સ્ટ્રોકની સંખ્યા અને નળાકારની સંખ્યાનો ગુણાકાર જે આવે તેને ૩૩,૦૦૦ વડે ભાગતાં ઇન્ડિકેડેટ હોર્સપાવર મળે છે.

આ સૂત્રને ઉદાહરણ લઈ ગણતરી કરીએ. ધારો કે ૧.૭૫ ઇંચની ત્રિજ્યાવાળા ચાર સિલિન્ડરવાળી મોટરકારના એન્જિનમાં પ્રત્યેક પિસ્ટન દર ચોરસ ઇંચે ૬૦ રતલનું દબાણ મેળવે છે અને દરેક વખતે એ પિસ્ટન પાંચ ઇંચ જેટલું નીચે-ઉપર થાય છે. આ ક્રિયાના બળથી શાફ્ટ દર મિનિટે ૨૫૦૦ આંટા ફરે છે. એન્જિન ફોર-સ્ટ્રોકવાળું છે. બબ્બેની જોડીમાં વારાફરતી પાવર સ્ટ્રોક લગાડતાં ચાર પિસ્ટન છે, તેથી દરેક પિસ્ટન દર મિનિટે ૨૫૦૦ના  અડધા એટલે કે ૧૨૫૦ પાવર સ્ટ્રોક પેદા કરે છે. હવે, પિસ્ટનની સપાટીનું ક્ષેત્રફળ ગણવા માટે ‘પાઈ (TT) * ત્રિજ્યાનો વર્ગ’ સૂત્ર વાપરો. TT (પાઈ) = ૩.૧૪, ત્રિજ્યા = ૧.૭૫ લો, તેથી ૩.૧૪ * ૧.૭૫ * ૧.૭૫ = ૯.૬૧૨ મળે. હવે આ વિગતને સૂત્રમાં મૂકતાં ૬૦ * ૯.૬૧૨ * ૦. ૪૧૬૬ * ૧૨૫૦ * ૪ હ્લ ૩૩,૦૦૦ = ૩૬.૪ હોર્સપાવર મળે. આ હોર્સપાવર ઇન્ડિકેટેડ છે. આ બધો હોર્સપાવર વાહનને કામ લાગતો નથી. વ્યાવહારિક રીતે બ્રેક હોર્સપાવર મહત્ત્વનો છે. એન્જિનના ઘર્ષણને પણ ધ્યાનમાં લેવું પડે. વાહનનાં પૈડાં સાથે જોડાયેલા શાફ્ટને મળતો સ્પષ્ટ પાવર ગણાવતો સૂચિત હોર્સપાવર (ઇન્ડિકેટેડ) કરતાં બ્રેક હોર્સપાવર ૧૫ ટકા જેટલો ઓછો હોય છે, એટલે ૩૬.૪ના ૮૫ ટકા = આશરે ૨૯ હોર્સપાવર કહી શકાય.