સાયન્સ  ટોક : વિટામિન 'ડી' અન્ય વિટામિનો કરતાં અલગ કઈ રીતે છે, તે કેવી રીતે તૈયાર થાય છે? - Sandesh
  • Home
  • Featured
  • સાયન્સ  ટોક : વિટામિન ‘ડી’ અન્ય વિટામિનો કરતાં અલગ કઈ રીતે છે, તે કેવી રીતે તૈયાર થાય છે?

સાયન્સ  ટોક : વિટામિન ‘ડી’ અન્ય વિટામિનો કરતાં અલગ કઈ રીતે છે, તે કેવી રીતે તૈયાર થાય છે?

 | 7:31 am IST

વિટામિન ‘ડી’ના નવ કરતાં વધુ પ્રકાર છે. આપણાં શરીર માટે મહત્ત્વનું ગણાતું વિટામિન ‘ડી’ તે ‘ડી-૩’ જાતનું છે. શાકાહારી વ્યક્તિને વિટામિન ‘ડી’ મળે છે તેના કરતાં માંસાહારી વ્યક્તિને વિટામિન – ડી વધુ મળે છે. વિટામિન ‘ડી’ દરરોજ ઓછામાં ઓછું ત્રણ માઇક્રોગ્રામ જેટલું આપણા શરીરમાં જવું જોઈએ. આપણા શરીરની ત્વચા પર સૂર્યપ્રકાશ પડે ત્યારે વિટામિન ‘ડી’ બને છે. જો વિટામિન ‘ડી’ની ખામી હોય તો રિકેટ્સ નામનો સૂકતાન રોગ થાય છે. જેમાં હાથ-પગ દોરડી અને પેટ ગાગરડી જેવો ઘાટ થાય છે. સૂર્યપ્રકાશમાંથી વિટામિન ‘ડી’ કેવી રીતે બને છે તે જાણવું જરૂરી છે. લોહીમાંનો કોલેસ્ટેરોલ સૌથી પહેલાં

૭ – ડિહાઇડ્રોકોલેસ્ટરલમાં રૂપાંતર પામે છે અને તે માણસની ચામડી તરફ જાય છે. ત્યાં તે પારજાંબલી કિરણોના સંપર્કમાં આવે છે, તે કિરણો વડે તેનું વિટામિન ‘ડી’માં રૂપાંતરણ થાય છે. આ વિટામિન ‘ડી’નું લોહીના પ્રવાહ દ્વારા ગ્રહણ થાય છે. વિટામિન ‘ડી’નો ડોઝ વધી જાય તો નુકસાનકારક છે. વિટામિન ‘બી’ પાણીમાં દ્રાવ્ય હોવાથી વધુ ડોઝ લેવાયો હોય તો મૂત્ર દ્વારા બહાર ફેંકાય છે. જ્યારે વિટામિન ‘ડી’ પાણીમાં અદ્રાવ્ય છે, ચરબીમાં દ્રાવ્ય છે તેથી વધારાનું વિટામિન ‘ડી’ મૂત્ર દ્વારા બહાર ફેંકાતું નથી અને કલેજા (યકૃત)માં તેનો સંગ્રહ થાય છે જે નુકસાનકારક બને છે.