સાયન્સ  ટોક : તમારા મગજની શક્તિ કેટલી છે! આ પ્રયોગ પરથી તમારી મગજશક્તિ ચકાસી જુઓ - Sandesh
  • Home
  • Kids Corner
  • સાયન્સ  ટોક : તમારા મગજની શક્તિ કેટલી છે! આ પ્રયોગ પરથી તમારી મગજશક્તિ ચકાસી જુઓ

સાયન્સ  ટોક : તમારા મગજની શક્તિ કેટલી છે! આ પ્રયોગ પરથી તમારી મગજશક્તિ ચકાસી જુઓ

 | 3:25 pm IST

૧૦૦થી શરૂ કરીને બાદબાકી કરતા જાવ અને ૧૦૦, ૯૧, ૮૨, ૭૩, ૬૪,… આ ક્રમમાં દર વખતે નવ ઓછા કરતા જાવ અને મળતી સંખ્યા બોલતા જાવ. જો ખોટો જવાબ બોલાઈ જાય કે સાચી સંખ્યા બોલતાં એક મિનિટથી વધુ સમય લાગે તો તમારું મગજ ઘરડું થયું છે. અથવા મગજશક્તિ ઓછી થઈ છે એમ સમજવું. તમારી શારીરિક ક્રિયાઓને સુસંગત રાખવા માટે તમે કેટલા સક્ષમ છો તે જાણવા માટે આ પ્રયોગ કરી જુઓ. તમારા ઓરડામાં વચ્ચોવચ એક મીટર લાંબી અને એક ઇંચ પહોંળી ફૂટપટ્ટી મૂકો. હવે ફૂટપટ્ટીના એક છેડે ડાબા પગનું તળિયું રહે તે રીતે ગોઠવો. એડી છેડા તરફ હોય અને અંગૂઠો ફૂટપટ્ટી પર રહેવો જોઈએ. હવે જમણા પગનું તળિયું, ડાબા પગના અંગૂઠાને અડે તેવી રીતે ફૂટપટ્ટી પર ગોઠવો. આ રીતે વારાફરતી પગલાં મૂકીને ફૂટપટ્ટી પર ચાલતા રહો. હવે પાછા ફરો ત્યારે પણ શરત એટલી કે તમારાં પગલાં ફૂટપટ્ટી પર જ હોવાં જોઈએ અને દરેક વખતે એક પગના અંગૂઠા સાથે બીજા પગની એડી મળવી જોઈએ. જો ભૂલ કર્યા વગર આ રીતે બે-ત્રણ વખત ચાલી શકો તો માનજો કે તમારી શારીરિક સુસંગતતા સારી છે.