સાયન્સ  ટોક : હાજરજવાબી ફેરાડે - Sandesh
  • Home
  • Featured
  • સાયન્સ  ટોક : હાજરજવાબી ફેરાડે

સાયન્સ  ટોક : હાજરજવાબી ફેરાડે

 | 7:33 am IST

ડીયનેમોની શોધી કરનાર માઇકેલ ફેરાડે એક ઉત્તમ વક્તર પણ હતા. તેમનું હાજરજવાબી પણું પણ લાજવાબ હતું. રોયલ સોસાયટી તરફથી પોતાના વ્યાખ્યાતોમાં સામાન્ય માણસોને પ્રયોગ દ્વારા વિજ્ઞાાનના સિદ્ધાંતો સમજાવવા માટે તેઓ જતા હતા. એક વખત તેમણે વિર્ધુત જનિત્ર વિશે વ્યાખ્યાન આપવાનું હતું. વ્યાખ્યાન પૂરું થયા પછી એક મહિલાએ તેમને પ્રશ્ન પૂછયો, “ફેટાડે સાહેબ, તમારી આ નવી સોધ સભાન્ય માણસને કેવી રીતે ઉપયોગી થશે!” આ સાંભળીને ફેરાડેએે હસતાં હસતાં જવાબ આપ્યો, “મેડમ, નવા જન્મેલા બાળકનો શો ઉપયોગ છે તે જણાવશો!”

એટલું જ નહીં, ત્યરાની સરકારે પણ આ નથી શોધી માટે પ્રશ્ન પૂછયો, “તમારી આ નવી શોધની સરકારને શો ફાયદો થાય! ફેટાડેએ ઉત્તર આપ્યો, તમારી સરકાર વિજળીનું નિર્માણ કરીને તેના પર વેરો નાંખીને કમાણી કરી શકશે.” ભવિષ્યમાં વિજળીની માગ વધુ રહેશે તેની ખાતરી માઇકલ ફેરાડેને હતી. આવા હતા હાજર જવાબી ફેરાડે.