સાયન્સ  ટોક : નાનાં જીવજંતુને મગજ હોય છે! કેવું હોય છે? - Sandesh
NIFTY 10,560.30 +34.10  |  SENSEX 34,410.89 +79.21  |  USD 65.7725 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kids Corner
  • સાયન્સ  ટોક : નાનાં જીવજંતુને મગજ હોય છે! કેવું હોય છે?

સાયન્સ  ટોક : નાનાં જીવજંતુને મગજ હોય છે! કેવું હોય છે?

 | 5:28 pm IST

જીવજંતુને મગજ હોય છે, પણ ઘણું નાનું હોય છે. તેમાં હલનચલન કરનારા અવયવોને સૂચના આપવા માટે મગજ જરૃરી હોય છે. તેમનામાં જ્ઞાનતંતુનું નેટવર્ક પણ સાવ સરળ અને નહીંવત્ હોય છે. સામાન્ય રીતે જીવડાનું જ્ઞાનતંત્ર ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે. મગજનું જોડાણ તેની છાતીનાં અનેક કેન્દ્રો સાથે જોડાયેલું હોય છે. જ્ઞાનકેન્દ્રમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ શરીરના વિવિધ ભાગ તરફ પ્રસરેલા હોય છે. જીવડાનું જ્ઞાનતંત્ર આગળના ભાગે પ્રાથમિક મગજ ધરાવે છે. જંતુશાસ્ત્રીઓ આ ભાગને મગજના ચેતાકંદ તરીકે ઓળખાવે છે. આ ભાગ તેની ઘ્રાણેન્દ્રિય, આંખો અને સ્પર્શકો સાથે જોડાયેલો હોય છે. મગજનું જોડાણ છાતીમાં અસંખ્ય કેન્દ્રો સાથે હોવાથી સૂચના આખા શરીરના અવયવોમાં પહોંચે છે.