સાયન્સ  ટોક : વનસ્પતિને થતી 'એટિયોલેશન' અસર એટલે ખરેખર શું થાય? - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સાયન્સ  ટોક : વનસ્પતિને થતી ‘એટિયોલેશન’ અસર એટલે ખરેખર શું થાય?

સાયન્સ  ટોક : વનસ્પતિને થતી ‘એટિયોલેશન’ અસર એટલે ખરેખર શું થાય?

 | 9:41 pm IST

વનસ્પતિના વિકાસ માટે સામાન્ય રીતે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. તે ઉપરાંત તેને પ્રકાશની પણ જરૂર પડે છે . જો વનસ્પતિને અંધારામાં કે ઓછા પ્રકાશમાં રાખવામાં આવે તો તેનું થડ ઝડપથી લાંબું બને છે તથા તેનાં અંગો ઢીલાં અને નરમ પડવા માંડે છે. પરિણામે છોડ નબળો પડે છે. તેનાં પાન અર્ધવિકસિત, નબળાં અને નરમ બને છે. પ્રકાશની આવી અસરને ‘એટિયોલેશન’ તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક સંશોધનમાં એવું તારણ નીકળ્યું છે કે, છોડના વિકાસ પર પ્રકાશની સીધી અસર પડે છે. જો પ્રકાશની તરંગ લંબાઇમાં ફેરફાર થાય તો વનસ્પતિના વિકાસ પર અસર થાય છે. જો વનસ્પતિ પૂરતા પ્રકાશમાં હોય તો તેનું કદ અને વૃદ્ધિ માફકસર થાય છે.