સાયન્સ  ટોક : જ્યારે ફૂગ સંજીવની સાબિત થઈ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સાયન્સ  ટોક : જ્યારે ફૂગ સંજીવની સાબિત થઈ

સાયન્સ  ટોક : જ્યારે ફૂગ સંજીવની સાબિત થઈ

 | 9:45 pm IST

ઈ.સ. ૧૯૨૨માં એક મજેદાર ઘટના બની, સેન્ટ મેરી દવાખાનાની પ્રયોગશાળાની એક બારી રસ્તા તરફ ખૂલતી હતી. ત્યાં જુદી જુદી રકાબીમાં રોગનાં જંતુઓની વૃદ્ધિ કરવાનો પ્રયોગ વૈજ્ઞાાનિક એલેકઝાન્ડર ફલેમિંગે હાથ ધર્યો હતો. રકાબી-ડિશ પરનાં ઢાંકણાં ખોલીને તેઓ દરરોજ જંતુઓ, આકાર, સંખ્યા અને રંગ વગેરેની તપાસ કરતાં હતા. એક ડિશમાં સ્ટેફિલોકોકસ જંતુનું નિરીક્ષણ કરતી વખતે, રોટલી પર ફૂગ થાય છે તેથી ફૂગ ડિશમાં જોવા મળી. તેનું બારીકાઈથી અવલોકન કરતાં એવું વિચાર્યું કે ભૂલથી તેનાં બીજ આ ડિશમાં પડતાં હશે. થોડા દિવસોમાં તે ફૂગ તંતુની જાળ જેવી થઈ. આ ફૂગનું ફરીથી નિરીક્ષણ કરતાં નવી જ બાબત જોવા મળી. તે ફૂગની આસપાસ સ્ટેફિલોકોકસનું એક પણ જંતુ જોવા ન મળ્યું. તેથી એવો નિષ્કર્ષ થયો કે તે જંતુનાશક છે. એલેકઝાન્ડર ફલેમિંગે તે ફૂગના ટુકડા કાઢીને જુદી જુદી ડિશમાં મૂક્યા અને નિરીક્ષણ કર્યું તો જોવા મળ્યું કે, કેટલીક ડિશમાં જંતુ ઝડપથી મરવા લાગ્યા, કેટલીક ડિશમાં જંતુઓ ધીરે ધીરે મરવા લાગ્યા. તેથી આ ફૂગમાં પ્રતિજૈવિક અતિ શક્તિશાળી છે તે જાણવા મળ્યું. જો આ ફૂગનો રસ તૈયાર કરવામાં આવે તો અનેક અસાધ્ય રોગોને મટાડી શકાય એવી ખાતરી થઈ. રોટલી-ભાખરી કે પાઉં પર થતી ફૂગ પેનિસિલીન નોટેટ્સ જાતિની હોવાથી તેના રસને ફ્લેમિંગે ‘પેનિસિલીન’ એવું નામ આપ્યું. આ રીતે અનેક રોગ પર ગુણકારી સંજીવની સમાન પેનિસિલીનની શોધ થઈ.