સાયન્સ  ટોક : ગંદાં પાણીમાં 'ગેમ્બૂશિયા' માછલી કેમ છોડાય છે? - Sandesh
  • Home
  • Featured
  • સાયન્સ  ટોક : ગંદાં પાણીમાં ‘ગેમ્બૂશિયા’ માછલી કેમ છોડાય છે?

સાયન્સ  ટોક : ગંદાં પાણીમાં ‘ગેમ્બૂશિયા’ માછલી કેમ છોડાય છે?

 | 6:13 pm IST

ખાડા-ખાબોચિયાંમાં ભરાયેલું પાણી ગંદું હોય છે. તેમાં એનોફિલિસ જાતના મચ્છરની માદા પણ હોય છે. તેના ડંખથી મેલેરિયાનો રોગ લાગુ પડે છે. ગંદાં પાણીમાં મચ્છરની પેદાશ ઝડપથી થાય છે. જો આવાં ગંદાં પાણીમાં ‘ગેમ્બૂશિયા’ માછલી છોડવામાં આવે તો તે મચ્છરની ઇયળ ખાઈને જીવે છે.

ગંદાં પાણીમાં ગેમ્બૂશિયા માછલી પાળવામાં આવે તો પાણીમાંના મચ્છરોની ઇયળને તે ખાઉધરાની માફક ખાય છે. બીજું એ કે તેવા પાણીમાં ગેમ્બૂશિયા માછલીની સંખ્યા પણ ઘણી ઝડપથી વધે છે. આ માછલીને કારણે મેલેરિયાનો ફેલાવો થતો અટકે છે.