સાયન્સ   ટોક : સૂર્ય પૃથ્વીને વરાળનો ગોળો બનાવશે? - Sandesh
  • Home
  • Featured
  • સાયન્સ   ટોક : સૂર્ય પૃથ્વીને વરાળનો ગોળો બનાવશે?

સાયન્સ   ટોક : સૂર્ય પૃથ્વીને વરાળનો ગોળો બનાવશે?

 | 5:20 pm IST

પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ડો. રોબર્ટ સ્મિથે જણાવ્યું છે કે સૂર્યનું કદ ધીમી ગતિએ વિકસી રહ્યું છે અને દિન-પ્રતિદિન તેનાં કિરણોની માત્રા વધુ પ્રમાણમાં પૃથ્વી પર ફેંકાય છે. ખગોળ વિજ્ઞાનીઓની ચેતવણી છે કેે જો, પૃથ્વીની પરિભ્રમણની કક્ષા નહીં બદલાય તો સાડા સાત અબજ વર્ષ પછી સૂર્ય પૃથ્વીને વરાળનો ગોળો બનાવી દેશે. પૃથ્વીનું ઉષ્ણતામાન ઉત્તરોત્તર વધતાં સમુદ્રનું બાષ્પીભવન વધશે અને પૃથ્વીના સમગ્ર વાતાવરણના સ્તરમાં આ વરાળ ગ્રીન હાઉસ જેવી ખતરનાક અસર ઊભી કરશે. આ પ્રક્રિયા નિરંતર ચાલુ રહેશે તો પૃથ્વી પરથી જીવસૃષ્ટિ નાશ પામશે અને બાકી રહેશે માત્ર વરાળનો ગોળો. આના ઉપાય તરીકે તેમણે જણાવ્યું કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના સ્તર પાસે કોઈ મોટા લઘુગ્રહને અટકાવી રાખવામાં આવે તો સૂર્યની ઘાતક અસર ઘટે. તે ઉપરાંત પૃથ્વી પોતે પણ કુદરતી પીઠબળથી સૂર્યથી થોડી દૂર થાય તોપણ થોડો પ્રશ્ન હલ થાય. અન્ય શક્યતા એ છે કે આ પરિસ્થિતિમાં ગ્રહો વચ્ચેની અવરજવર માટે ‘લાઇફ રાફ્ટ’ બાંધવામાં આવે અને વધુ સલામત સ્થળે જઈ શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન