મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું 76 વયની ઉંમરે નિધન - Sandesh
NIFTY 10,752.20 -47.65  |  SENSEX 35,412.21 +-136.05  |  USD 68.1100 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું 76 વયની ઉંમરે નિધન

મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું 76 વયની ઉંમરે નિધન

 | 10:00 am IST

મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું 76 વર્ષની ઉંમરે નિધન થયું છે. હોકિંનું નિધન લંડનના કેમ્બ્રિજ સ્થિત તેમનાં નિવાસસ્થાને થયું હતું.

હોકિંગના પરિજનોએ એક નિવેદન બહાર પાડી તેમના નિધનની સત્તાવાર જાહેરાત કરી હતી. હોકિંગના બાળકો લૂસી, રૉબર્ટ અને ટિમે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘અમે અમારા પિતાના નિધનથી ખુબ જ દુ:ખી છીએ.’

સ્ટીફન હૉકિંગે ‘બ્લેક હોલ’ અને ‘બિગ બેંગ’ના સિદ્ધાંતને સમજવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની પાસે 12 ઉચ્ચ ડિગ્રીઓ હાંસલ હતી. હૉકિંગની શોધોને ધ્યાનમાં રાખી અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન તેમને આપવામાં આવી ચુક્યું છે. બ્રમ્હાંડના રહસ્યો પર તેમનું પુસ્તક ‘અ બ્રીફ હિસ્ટી ઓફ ટાઈમ’ ખુબ જ ચર્ચિત બની હતી.

1974માં બ્લેક હોલ્સ પર અસાધારણ રિસર્ચ કરી તેની થિયરીને જ પલટી સ્ટીફન હૉકિંગ સાયંન્સની દુનિયામાં સેલિબ્રિટી બની ગયાં હતાં. આશ્વર્યજનક બાબત એ છે કે સ્ટીફન હૉકિંગનું માત્ર મગજ જ કાર્યરત હતુ. તેમના શરીરનું એક પણ અંગ કામ કરતું ન હતું. સ્ટીફન હૉકિંગે ‘ધ ગ્રેંડ ડિઝાઈનર’, ‘યૂનિવર્સ ઈન નટશેલ’, ‘માઈ બ્રીફ હિસ્ટ્રી’, ‘ધ થ્યોરી ઓફ એવરીથિંગ’ જેવા અનેક મહત્વપૂર્ણ પુસ્તકો પણ લખ્યાં હતાં.