Chauthaiwale: The Man Behind PM Modi's Successful Program In Foreign
  • Home
  • Featured
  • વિદેશોમાં PM મોદીનાં ધમાકેદાર સફળ કાર્યક્રમો પાછળ આ સાયન્ટિસ્ટનું હોય છે ભેજું

વિદેશોમાં PM મોદીનાં ધમાકેદાર સફળ કાર્યક્રમો પાછળ આ સાયન્ટિસ્ટનું હોય છે ભેજું

 | 6:00 pm IST

22 સપ્ટેમ્બરનાં હ્યૂસ્ટનમાં ‘Howdy Modi કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અંદાજ એક વાર ફરી આખી દુનિયા જોશે. 50 હજારથી વધારે ભારતીયોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. આ કાર્યક્રમની પાછળ ફરી એ જ વિજય ચૌથાઈવાલે છે, જે ઘણા દેશોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ધમાકેદાર આયોજન કરી ચુક્યા છે. હ્યૂસ્ટનમાં ‘Howdy Modi’ કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે વિજય ચૌથાઈવાલેએ ત્યાંનાં ભારતીયો સાથે સંપર્ક માટે ઘણો જ પરસેવો પાડ્યો છે. કાર્યક્રમમાં સીટ બૂક કરાવવા માટે તેમણે ઑનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરાવી. અત્યાર સુધી 50 હજારથી વધારે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

2014ની ચૂંટણી દરમિયાન પણ ભજવી હતી મહત્વની ભૂમિકા

વિજય ચૌથાઈવાલે અત્યારે એનઆરઆઈ ભારતીયોને બીજેપી સાથે જોડવાનાં મિશન સાથે જોડાયેલા છે. દુનિયામાં જ્યાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રવાસ થાય છે, ત્યાં ઘણા મહિના પહેલા પહોંચીને તેઓ કેમ્પેઇન કરે છે. ત્યાંનાં ભારતીયો સાથે જોડાયેલા તમામ નાના-મોટા સંગઠનો સાથે સંપર્ક કરીને તેમને પીએમ મોદીનાં કાર્યક્રમમાં આવવા માટે તૈયાર કરે છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન એનઆરઆઈની વચ્ચે પીએમ મોદીની લોકપ્રિયતા વધારવામાં વિજય ચૌથાઈવાલેએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

બીજેપીનાં નેશનલ એક્ઝીક્યૂટિવમાં પણ વિજય ચૌથાઈવાલા સામેલ

ચૂંટણી દરમિયાન વિદેશમાં ઘણા કાર્યક્રમમોમાં તેમણે પીએમ મોદીનાં પક્ષમાં માહોલ બનાવ્યો હતો. વિદેશમાં મોદીની લોકપ્રિયતાની અસર ભારતનાં મતદાતાઓ પર પણ પડી હતી. બીજેપી સાથે જોડાતા પહેલા તેઓ સાઇન્ટિસ્ટ તરીકે કૉર્પોરેટ સેક્ટરમાં જૉબ કરતા હતા. સૂત્રો જણાવે છે કે જ્યારે 2014ની ચૂંટણી પતીતો તેઓ ફરી કૉર્પોરેટ સેક્ટરમાં જવા ઇચ્છતા હતા, પરંતુ અમિત શાહે તેમને પાર્ટી તરફથી વિદેશ વિભાગમાં જવાબદારી સોંપી અને હવે તેઓ કાયમી થયા છે. બીજેપીનાં નેશનલ એક્ઝીક્યૂટિવમાં પણ વિજય ચૌથાઈવાલાને જગ્યા મળી છે.

2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી વિદેશ ગયા હતા

મે 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા તો સપ્ટેમ્બરમાં અમેરિકાનાં પ્રવાસે ગયા હતા. આ દરમિયાન સપ્ટેમ્બરમાં પ્રધાનમંત્રી મોદીએ જ્યારે જાણીતા મેડિસિન સ્ક્વાયર પર હજારો ભારતીયો અને અમેરિકનોને સંબોધિત કર્યા તો દુનિયાએ તેમનો જાદૂ જોયો. મેડિસિન સ્ક્વાયર પર “મોદી-મોદી”નાં નારા ગૂંજ્યા હતા. આ દરમિયાન સિલિકૉન વેલીમાં પણ પીએમ મોદીએ ગૂગલ, એપલ, માઇક્રોસૉફ્ટ, ટેસ્લા, ફેસબૂક જેવી દિગ્ગજ કંપનીઓનાં સીઈઓ સાથએ મુલાકાત કરી હતી.

આ વિડીયો પણ જુઓ: વડોદરામાં ટ્રાફિક પોલીસે પોલીસને જ ફટકાર્યો મોટો દંડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન