Barmuda tingle misty solve!
  • Home
  • Featured
  • બરમુડા ટ્રાયએંગલના રહસ્ય પરથી ઉંચકાયો પડદો, જાણો સત્ય હકીકત

બરમુડા ટ્રાયએંગલના રહસ્ય પરથી ઉંચકાયો પડદો, જાણો સત્ય હકીકત

 | 10:39 am IST

બ્રિટિશ વૈજ્ઞૈનિકોએ દાવો કર્યો છે કે બરમુડા ટ્રાયએંગલના રહસ્યો પરથી પડદો ઉઠી ગયો છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે 100 ફૂટ ઊંચા ખતરનાક મોજા ઉછળવાના લીધે સમુદ્રી જહાજ આ રહસ્યમયી બરમુડા ટ્રાયએંગલમાં ગુમ થઇ જાય છે.

દુનિયાની સૌથી રહસ્યમયી જગ્યા – બરમુડા ટ્રાયએંગલ
આપને જણાવી દઇએ કે આ વિસ્તારમાંથી પસાર થનાર સમુદ્રી જહાજ અને વિમાન અચાનક પણ અચાનક ગાયબ થઇ જાય છે. આ દુનિયાનો સૌથી રહસ્યમી વિસ્તાર છે. અહીંના આસપાસમાંથી પસાર થતી વસ્તુઓ પણ ગુમ થઇ જાય છે. પાણીનું જહાજ હોય કે હવાઇ જહાજ બરમુડા ટ્રાયએંગલની આસ-પાસ જે પણ ગયું, તે હંમેશા માટે ગાયબ થઇ ગયું. નાસાના સેટેલાઇટે ધરતીની કેટલીક તસવીરો ખેંચી છે જે બરમુડા ટ્રાયએંગલના રહસ્ય પરથી પડદો હટાવી શકે છે. તેમાં એટલાન્ટિક મહાસાગરમાં આવેલ બરમુડા ટ્રાયએંગની ઉપર મંડરાતા વાદળોની પણ તસવીરો છે.

ગાયબ થઇ જાય છે વિમાન
એક અંદાજ પ્રમાણે છેલ્લાં 70 વર્ષ સુધી કોઇ વૈજ્ઞાનિકોએ અહીંથી પસાર થઇ રહસ્ય પરથી પડદો ઉંચકાવાની હિંમત દેખાડી નથી. કારણ કે અહીંથી પસાર થનાર સમુદ્રી જહાજ અને પ્લેન ખાસ ભૌગોલિક પરિસ્થિતિના લીધે અચાનક જ સમુદ્રના ગરકાવમાં ગાયબ થઇ જતું હતું.

ચુંબકીય ઘર્ષણની અસર હોઇ શકે
આની પહેલાં ઑસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે બરમુડા ટ્રાયએંગલનું રહસ્ય ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને ખરાબ હવામાનમાં છુપાયેલ છે. તેના લીધે એટલાન્ટિક મહાસાગરના એ ક્ષેત્રમાં સમુદ્રી જહાજ અને પ્લેન ગાયબ થઇ જાય છે. તેના આ ક્ષેત્ર પર ચુંબકીય ઘર્ષણની અસરની પણ વાત સ્વીકારાઈ છે.

‘ડેવિલ્સ ટ્રાયએંગલ’ એટલે કે શેતાનોનો વિસ્તાર
બરમુડા ટ્રાયએંગનો આ વિસ્તાર ફ્લોરિડા, બરમુડા અને પ્યુર્ટો-રિકાની વચ્ચે 700,000 વર્ગ કિલોમીટરમાં પથરાયેલ છે. આ ક્ષેત્ર ભૂમધ્ય રેખાની નજીક અને અમેરિકાની પાસે છે. આ ક્ષેત્ર ઉત્તર પશ્ચિમ એટલાન્ટિક મહાસાગરનો એક ભાગ છે જેમાં કેટલાંય પ્લેન અને જહાજ ગાયબ થઇ ગયા છે. તેને ‘ડેવિલ્સ ટ્રાયએંગલ’ના નામથી પણ ઓળખાય છે. છેલ્લાં 100 વર્ષોમાં અહીં 1000થી પણ વધુ લોકોના મોત થઇ ચૂકયા છે. પરંતુ યુનિવર્સિટી ઓફ સાઉથૈંપટનના નિષ્ણાતોનું માનવું છે કે આ રહસ્યને કુદરતી પ્રક્રિયા, ‘ખતરનાક લહેરો’ તરીકે બતાવી શકાય છે.

અહીંના વાદળો નીચે વહે છે તોફાની પવનો
બરમુડા ટ્રાયએંગલ પર મંડરાતા કેટલાંક વાદળો સામાન્ય વાદળો કરતાં સંપૂર્ણ અલગ હતા. સેટેલાઇટની તસવીરોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે બરમુડા ટ્રાયએંગલની ઉપર મંડરાતા કેટલાંય વાદોળનો આકાર હેક્સાગરનની જેવો છે. આ વાદળોની નીચે 1 કલાકમાં 274 કિલોમીટરની તીવ્રતાએ પવન ફૂંકાવાનું બવંડર હોય છે. દરિયામાં ઉઠનારી આ લહેરો આજુ-બાજુની હાજર વસ્તુઓને પોતાનામાં સમાવી લે છે. આ એર બમ નીચે આવી સમુદ્રને ટકરાય છે. તેના લીધે ઉંચી-ઉંચી લહેરો ઉઠવા લાગે છે.

ઉલ્લેખનીય છે કે 200થી વધુ પ્લેન અને 1000થી વધુ લોકોનો ભોગ આ ટ્રાયએંગલે લીધો છે.