Scientist Thinks That Earth Might Be Face Sixth Time Mass Destruction
  • Home
  • Featured
  • 26 કરોડ વર્ષ પહેલા 5મી વાર થયો હતો ધરતીનો સામૂહિક વિનાશ, વૈજ્ઞાનિકોએ ફરી ગણાવ્યું સંકટ

26 કરોડ વર્ષ પહેલા 5મી વાર થયો હતો ધરતીનો સામૂહિક વિનાશ, વૈજ્ઞાનિકોએ ફરી ગણાવ્યું સંકટ

 | 11:55 pm IST

આજથી 260 મિલિયન એટલે કે લગભગ 26 કરોડ વર્ષ પહેલા ધરતીએ સામૂહિક વિનાશ સહન કરવો પડ્યો હતો. આ દરમિયાન સમગ્ર પૃથ્વી જીવ-જંતુઓ વગરની થઇ ગઈ હતી અને આ સાથે ભુર્ગભ અને બહારનાં કારણોનાં લીધે ધરતીનાં વિનાશની ઘટનાઓ વધીને 6 થઈ ગઈ. એક નવા રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે.

પર્યાવરણમાં ઉથલ-પાથલ છે સૌથી મોટું કારણ

અમેરિકામાં ન્યૂયૉર્ક યૂનિવર્સિટીનાં પ્રોફેસર મિશેલ રેમ્પિનોએ કહ્યું છે કે, “આ ઘણું મહત્વપૂર્ણ છે કે સામૂહિક વિનાશનાં કારણોની તપાસ બાદ અમે એ જાણીએ છીએ કે અત્યાર સુધી કેટલી વાર પૃથ્વીનો સામૂહિક વિનાશ થઇ ચુક્યો છે. પહેલા થયેલા રિસર્ચથી એ જાણવા મળે છે કે સામૂહિક વિનાશની તમામ ઘટનાઓ પર્યાવરણીય ઉથલ-પાથલનાં કારણે થઈ હતી. આ દરમિયાન મોટા પ્રમાણમાં પુર અને જ્વાળામુખી વિસ્ફોટની ઘટનાઓ બની. આનાથી લાખો કિલોમીટર સુધી ધરતીમાં લાવા ફેલાઇ ગયો હતો, જેના કારણે પૃથ્વી જીવ-જંતુઓ વગરની થઇ ગઇ હતી.”

5 વાર બની છે ધરતીનાં સામૂહિક વિનાશની ઘટનાઓ

આ પહેલા વૈજ્ઞાનિકોનું અનુમાન હતુ કે ધરતીમાં અત્યાર સુધી 5 વાર સામૂહિક વિનાશની ઘટનાઓ બની છે. આના કારણે મોટી સંખ્યામાં ઘણા જીવોની પ્રજાતિઓ ખત્મ થઈ ગઈ. ભુવૈજ્ઞાનિકે સામૂહિક વિનાશનાં આ સમયગાળાનાને ઑર્ડોવિશિયન (44.3 કરોડ વર્ષ પહેલા), લેટ ડેવોનિયન (37 કરોડ વર્ષ પહેલા), પર્મિયન (25.2 કરોડ વર્ષ પહેલા), ટ્રાયસિક (20.1 કરોડ વર્ષ પહેલા) અને ક્રેટેશિયસ (6.6 કરોડ વર્ષ પહેલા)માં વહેચ્યો છે.

વૈજ્ઞાનિકોએ ફરી વ્યક્ત કરી શંક્યતા

રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ‘આજે પણ ઘણા જીવોની પ્રજાતિઓ વિલુપ્ત થવાના આરે છે અને ધરતીનો તાપ પણ સતત વધી રહ્યો છે. જો આ પ્રક્રિયા ચાલુ રહી તો જલદી આપણે છઠ્ઠી વાર સામૂહિક વિનાશનાં સાક્ષી બનવું પડશે.’ વૈજ્ઞાનિકોને આની આશંકા એ માટે પણ છે, કેમકે પહેલા આવી ઘટનાઓ થઈ ચુકી છે જે વાત તરફ ઇશારો કરે છે કે ધરતીમાં ફરી ઉથલ-પાથલ થઈ શકે છે.

આ વિડીયો પણ જુઓ: હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં PM મોદી ભારતીય સમુદાયને કરશે સંબોધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન