Scientists Probe how Corona Might Travel Through the Air
  • Home
  • Corona live
  • શું કોરોના હવામાંથી પણ ફેલાય છે? છીંક, ઉધરસ ખાવાથી કેટલે દૂર સુધી ફેંકાય છે વાયરસ?

શું કોરોના હવામાંથી પણ ફેલાય છે? છીંક, ઉધરસ ખાવાથી કેટલે દૂર સુધી ફેંકાય છે વાયરસ?

 | 7:31 pm IST

કોરોના વાયરસ લોકોથી લોકોના સંપર્કમાં આવવાથી થતો હોવાથી દુનિયા આખીમાં વાયુવેગે ફેલાયો છે. અત્યાર સુધીમાં મૃતાંક 75000થી પણ વધી ગયો છે. જ્યારે 14 લાખથી પણ વધારે લોકોમાં સંક્રમણ ફેલાવી ચુક્યો છે. હજી સુધી તેની કોઈ દવા શોધાઈ નથી પરંતુ કોરોના વાયરસને લઈને લગભગ દરરોજ નવા રિસર્ચ અને નવા સંશોધનો સામે આવી રહ્યાં છે.

કોરોના વાયરસ હવામાં કેટલી દૂર સુધી જઈ શકે છે અને કેટલી વાર સુધી રહી શકે છે તેને લઈને પણ સંશોધન સામે આવ્યું છે. કોરોના વાયરસ મૂળે, એયરોસોલની જેમ હવામાં નક્કર અને તરણ કણોની જેમ ફેલાય છે. હવાની સાથોસાથ, સપાટી પર જીવતો રહી શકે છે.

આ જીવલેણ વાયરસનો આકાર એટલો નાનો હોય છે કે 10 કરોડ વાયરસ મળીને માત્ર એટલો જ મોટો હોય છે કે એક પિનની ટોચ પર ટકી સમાઈ શકે. જેના પરથી જ કોરોનાની સૂક્ષ્મતાનો અંદાજ લગાવી શકાય છે. કોરોના વાયરસના બે આકાર હોય છે. મોટા કણ અને નાના કણ. મોટા કણોનો આકાર 5થી 15 માઇક્રોન સુધી હોય છે. જ્યારે નાના કણોનો આકાર 5 માઇક્રોનથી ઓછો હોય છે.

મોટા કણો થોડીવાર હવામાં રહીને સપાટી પર પડી જાય છે અને કલાકો સુધી જીવિત રહે છે. તો બીજી તરફ, નાના કણ હવામાં તરતા રહે છે. તેથી સોશિયલ ડિસ્ટન્સિંગ તેનાથી બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.

તેવી જ રીતે ઉધરસ ખાવાથી કોરોના વાયરસ 3 મીટર સુધી હવામાં સફર કરે છે.  જ્યારે છીંક આવતાં તેના કણ 8 મીટર જેટલા દૂર જાય છે. શ્વાસ દ્વારા તે 1.5 મીટર સુધી બહાર નીકળે છે. આમ કોરોના હવામાંથી પણ ફેલાઈને સંક્રમણ લગાવી શકે છે.

જુઓ આ વીડિયો પણ : દેશમાં લોકડાઉનની પરિસ્થીતી છે ત્યારે ટ્રેનોના પૈડા થંભી ગયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન