Scientists researching link between COVID-19 and new allergies
  • Home
  • Featured
  • કોરોનાથી સાજા થયેલામાં હેરડાઇ કરાવ્યા પછી એલર્જીની સમસ્યા જોવા મળી

કોરોનાથી સાજા થયેલામાં હેરડાઇ કરાવ્યા પછી એલર્જીની સમસ્યા જોવા મળી

 | 10:00 am IST
  • Share

કોરોનામાંથી રિકવરી બાદ દર્દીઓમાં નવા લક્ષણો સામે આવી રહ્યા છે. UKમાં કોરોનાને હરાવી ચૂકેલા લોકોમાં હેરડાઇના ઉપયોગ બાદ એલર્જીની સમસ્યા જોવા મળી છે. આને રોકવા માટે હેયર ડ્રેસરો અને બ્યુટીશિયનોની સંસ્થા નેશનલ હેયર એન્ડ બ્યુટી ફેડરેશને(NHBF) એક ચેતવણી જારી કરી છે. NHBFએ યુકેમાં સલૂનો માટે જારી કરેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, વાળમાં હેરડાઇ કર્યાના ૪૮ કલાક પહેલાં પેચ ટેસ્ટ જરૃર કરવો જોઈએ. જેનાથી જાણી શકાય કે, હેયર કલર બાદ વ્યક્તિને એલર્જી થશે કે નહીં.

UKમાં ઘણા હેરડ્રેસર્સનું કહેવું છે કે, કોવિડ-૧૯ થયા બાદ હેરડાઇ કરાવતા લોકોમાં એલર્જીના કેસો સામે આવી રહ્યા છે. જેમાં સ્કિન પર ચકામા પડવા અને બળતરા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. ઘણા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે, આવા કેસો શિયાળામાં નોંધાયા હતા જે હજુ પણ ચાલુ છે. કોરોનાથી રિકવરી બાદ આવું ક્યા કારણોસર થઈ રહ્યું છે તે અંગે વૈજ્ઞાાનિકો કંઈ કહી શકે તેવી સ્થિતિમાં નથી. જેને સમજવા માટે લંડનની ઇમ્પિરિયલ કોલેજ લંડનના નિષ્ણાતોએ તપાસ શરૃ કરી છે.

કેટલાક સમય પહેલાં NHBFનું માનવું હતું કે, એલર્જીના કેસો તેવા લોકોમાં વધારે જોવા મળી રહ્યા છે જેઓએ લાંબા લોકડાઉનના કારણે ઘણા સમય સુધી હેરડાઇ કરાવી નહોતી. NHBFના ચીફ એક્ઝિક્યુટિવ રિચર્ડ લૈમ્બર્ટનું કહેવું છે કે, અત્યાર સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નહોંતુ કે, કોરોના જ આનું એકમાત્ર કારણ છે. ઇમ્યૂન સિસ્ટમ પર ખરાબ અસર અને અન્ય કારણો પણ હોઈ શકે છે. રિચર્ડના અનુસાર સલૂનમાં ફરજિયાત પણે પેચ ટેસ્ટનું પાલન કરાવવામાં આવી રહ્યું છે પરંતુ સૌથી વધુ જોખમ એ લોકો પર તોળાઈ રહ્યું છે જેઓ ઘરે હેરડાઇ કરે છે. કારણ કે, મોટાભાગના લોકો કંપની દ્વારા આપવામાં આવેલી સૂચનાને પૂરેપૂરી વાંચતા નથી અને પેચ ટેસ્ટ પણ કરતાં નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો