Narendra modi imran khan India Pakistan kyrgyzstan
  • Home
  • Featured
  • આંતરરાષ્ટ્રીય મંચ પર આમને-સામને મોદી-ઈમરાન, શું ભારત-પાક.ના સંબંધો પર અસર થશે?

આંતરરાષ્ટ્રીય મંચ પર આમને-સામને મોદી-ઈમરાન, શું ભારત-પાક.ના સંબંધો પર અસર થશે?

 | 8:49 am IST

ભારત અને પડોશી દેશ પાકિસ્તાન સાથેના સંબંધો હંમેશા ચર્ચામાં રહ્યા છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે એવી લડાઈ ચાલી રહી છે જેનો અંત લાવવો મુશ્કેલ છે. 11 ડિસેમ્બર 2015ના ઈમરાન ખાન ભારતના પ્રવાસે આવ્યા હતા.એ દિવસે PM મોદી સાથે નવી દિલ્હીમાં મુલાકાત યોજાઈ હતી. ગરમાગરમી વચ્ચે આ મુલાકાત પર સૌ કોઈની નજર હોય તે સ્વાભાવિક છે.

આ મુલાકાતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવાની પ્રતિબદ્ધતા પર ભાર મુકવામાં આવ્યો હતો. ત્યારે ઈમરાન ખાને એક પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાની સાંસદ તરીકે ભારતનો પ્રવાસ ખેડ્યો હતો. ઈમરાન ખાને મોદીને પાકિસ્તાન આવવાનું આમંત્રણ પાઠવ્યુ હતુ. ત્યારે આ મુલાકાત ખુબજ ચર્ચામાં રહી હતી.

આજે અલગ હાલત અને અલગ મંચ

42 મહીના પછી આજે હાલત અલગ છે. બંને નેતાઓની સ્થિતિઓ અલગ છે. અને હવે મંચ પર પણ અલગ છે. હવે ઇમરાન ખાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી છે, બાલાકોટ એરસ્ટ્રાઈક પછી નરેન્દ્ર મોદી બીજી વખત ચૂંટણી જીતીને મજબુતાઈ સાથે સામે આવ્યા છે. 13-14 જૂને કર્ગિસ્તાનના બીશ્કેકમાં બંને નેતાઓ આમને સામને હશે. શંઘાઈ સહયોગ સંગઠન એટલેકે SCO યોજાઈ રહ્યુ છે જ્યાં એક મંચ પર ફરી બંને કદાવર નેતાઓ આમને સામને હશે. આ પહેલો મોકો છે જ્યારે બંને નેતાઓ કોઈ આંતરરાષ્ટ્રીય મંચ પર એક સાથે હશે.

આજે બંને દેશોના સંબંધો વચ્ચે ખેંચતાણ છે. સંબંધોમા ઠંડો બરફ જામી ગયો છે. અને પાકિસ્તાનની જમીન પર પાંગરી રહેલ આતંકવાદના સંબંધોમાં સુધારો થવાની ગણતરી પર બાધા સમાન છે. મુંબઈ, ઉરી, પઠાણકોટ અને પુલવામા જેવા કેટલાય ઘાવ પાકિસ્તાન ભારતને આપી ચુક્યુ છે જેને ભારત ક્યારેય નહી ભૂલે. ભારત તો કેટલીયે વાર સ્પષ્ટ કરી ચુક્યુ છે જો પાકિસ્તાન તેની કરતુતોમાંથી બહાર નહી આવે તો પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહી સીધી એક્શન લેશે અને જડબાતોડ જવાબ આપશે.

મોદી-ઈમરાનના કિર્ગિસ્તાન માટે રવાના થતા પહેલા પાકિસ્તાનની સરકાર અને ખુદ ઈમરાન ખાન અઠવાડિયામાં ત્રણ વાર કોશિશ કરી ચુક્યા છે. ભારત વાતચીતની રજૂઆત માનીલે. પણ ભારતને પાકિસ્તાનના બેવડા નીતિ નિયમો સામે વિશ્વાસ ન આવે તે સ્વાભાવિક છે.

પઠાણકોટ હુમલાથી વાતચીત બગડી

જાન્યુઆરી 2016માં પઠાણકોટ એરબેસપર થયેલ આતંકી હુમલા પછી બંને દેશો વચ્ચે વાર્તાલાપ બંધ છે. ત્યારબાદ થયેલ ઉરી હુમલા પછી ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી નવી નીતિનો દુનિયાને અહેસાસ કરાવ્યો અને કહયુ કે ભારત હવે હાથ પર હાથ ધરી બેસશે નહી તેમજ વળતો જવાબ આપવા સક્ષમ છે. 14 ફેબ્રુઆરી 2019 પુલવામા આતંકી હુમલો થયો જેના જવાબમાં ભારતે બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી પાકિસ્તાનને સીધો સબક શીખવ્યો. બંને દેશો યુદ્ધની કગાર પર આવી ઉભા રહ્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદનને ભારતને સોંપીને પાકિસ્તાને કાર્યવાહી ટાળી હતી. ભારત હવે ખુલી ચેતવણી આપી ચુક્યુ છે.

શું છે SCO સમિટ, જ્યાં મોદી-ઈમરાન સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહેશે

શંઘાઈ કોઓપરેશન ઓર્ગનાઈઝેશન 2001માં રશિયા, ચીન, કિર્ગિઝ રિપબ્લીક, કઝાકિસ્તાન, તઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિઓ દ્વારા કરવામાં આવ્યુ હતુ. ભારતને 2017માં આનું સભ્ય બનાવવામાં આવ્યુ, એજ સમયે પાકિસ્તાન પણ સભ્ય બન્યુ હતુ. ભારત માટે આ સમિટ એશિયા અને સોવિયેત ક્ષેત્રોમાં ઝડપથી આગળ ધપી રહેલા દેશો સાથે સહયોગ વધારના માટેનો એક મોટો મંચ છે. તો સાથે સાથે પાકિસ્તાનને ભાવ ન આપી આતંકવાદ વિરૂદ્ધ આકરો સંદેશ પાઠવવાનો એક અવસર પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન