PM મોદી-શી જિનપિંગ મુલાકાત: બન્ને દેશો વચ્ચે થયા અનેક સમજૂતી કરાર - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • PM મોદી-શી જિનપિંગ મુલાકાત: બન્ને દેશો વચ્ચે થયા અનેક સમજૂતી કરાર

PM મોદી-શી જિનપિંગ મુલાકાત: બન્ને દેશો વચ્ચે થયા અનેક સમજૂતી કરાર

 | 4:45 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસીય શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના ચિંગદાઓ પહોંચ્યા હતા. ત્યાં SCO શિખર સંમેલન પહેલા તેમને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે દ્ધપક્ષિય ચર્ચા કરી હતી.

આ દ્ધપક્ષિય ચર્ચામાં બન્ને નેતાઓએ લગભગ એક મહિના પહેલા વુહાનમાં થયેલી અનૌપચારિક બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોના ક્રિયાન્વયન પર ચર્ચા કરી હતી. ગત ચાર વર્ષમાં આ બન્ને નેતાઓએ 14મી મુલાકાત છે.

મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વીપક્ષીય વાતચીત કરી હતી. આ પહેલાં મોદીએ એસસીઓના સેક્રેટરી જનરલ રાશિદ અલિમોવ સાથે મુલાકાત કરી હતી. જિનપિંગ સાથેની મુલાકાત પહેલા મોદી એસસીઓના સેક્રટરી જનરલ રાશિદ અલિમોવને પણ મળ્યા હતા.

તે દરમિયાન પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની હાજરીમાં બન્ને દેશોની વચ્ચે પૂરના આંકડાઓ ઉપલબ્ધ કરાવવા અને ચોખાની નિકાસના નિયમો સરળ બનાવવાને લઈને સમજૂતી કરાર થયો હતો. પહેલી સમજૂતીમાં ભારતીય રાજદૂત ગૌતમ બંબાવાલે અને ચીની ઉપ વિદેશ મંત્રી કોંગ શૌનયૂએ હસ્તાંક્ષર કર્યા હતા. ત્યારબાદ બીજી સમજૂતીમાં ગૌતમ બંબાવાલે અને ચીનના મંત્રી ની યૂફેંગે શાહી કરી હતી. બન્ને નેતા લગભગ એક મહિના પહેલા વુહાનમાં થયેલી અનૌપચારિક બેઠકમાં લેવાયેલા નિર્ણયોના ક્રિયાન્વયન પર ચર્ચા કરી શકે છે.

અગાઉ પીએમ મોદીએ કહ્યું કે, ભારતને SCOની પૂર્ણ સભ્ય બનાવ્યા બાદ આયોજિત પહેલી બેઠકમાં તે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાને લઈને રોમાંચિત છે. અહીં પીએમ મોદી ઉજ્બેકિસ્તાન અને તાજિકિસ્તાનના પ્રતિનિધિઓની સાથે પણ દ્ધપક્ષિય બેઠક કરશે. જો કે પાકિસ્તાનની સાથે કોઈ વાતચીત નહીં થાય.

SCO શિખર ચર્ચા પર ચાર મુખ્ય એજન્ડા હોય છે. જેમાં રાજનૈતિક, સુરક્ષા (આતંકવાદ), આર્થિક અને સાંસ્કૃતિકનો સમાવેશ થાય છે. ભારતની હાજરી કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે. મોદી શી જિનપિંગ દ્વારા આયોજિત શાહી ડિનરનો પણ ભાગ બનશે. એપ્રિલમાં વુહાનમાં મળ્યા બાદ મોદી ફરીથી શી જિનપિંગ સાથે મુલાકાત કરી રહ્યા છે.

જ્યારે પાકિસ્તાનની સાથે દ્ધપક્ષિય બેઠક એટલા માટે નથી થઈ રહી, કારણ કે ત્યાં જુલાઈમાં સામાન્ય ચૂંટણી થનાર છે અને હાલ ત્યાં કેયરટેકર સરકાર છે. શંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં પાકિસ્તાના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન પણ હાજરી આપી રહ્યા છે.