sco summit pm narendra modi participate 16 September
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • SCO શિખર સંમેલનમાં ભાગ લેશે PM નરેન્દ્ર મોદી, આ મહત્વના મુદ્દાઓ બેઠકમાં ચર્ચાશે

SCO શિખર સંમેલનમાં ભાગ લેશે PM નરેન્દ્ર મોદી, આ મહત્વના મુદ્દાઓ બેઠકમાં ચર્ચાશે

 | 9:42 am IST
  • Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 16 સપ્ટેમ્બરે શંઘાઈ સહયોગ સંગઠનની સમિટમાં (Shanghai Cooperation Organisation) શિખર સંમેલનમાં ભાગ લેશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં PM મોદી ઉપરાંત સાત અન્ય પડોશી દેશોના વડાઓ પણ ભાગ લેશે.

અફઘાનિસ્તાનમાં (Afghanistan) થયેલી ઉથલ-પાથલ બાદ આ સમિટ મહત્વપૂર્ણ છે. તાલિબાન સામે અમેરિકી સૈન્ય 20 વર્ષ બાદ અફઘાનિસ્તાન (Afghanistan) છોડતું જોવા મળ્યુ હતુ જ્યાં સત્તાઓના સમીકરણ જ બદલાઇ ચુક્યા છે. એવી અપેક્ષા છે કે આ બેઠકમાં અફઘાનિસ્તાનનો મુદ્દો મુખ્યત્વે ગુંજશે.

SCO સમિટમાં આઠ સભ્ય દેશો સામેલ છે, જે રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન છે. તાજિકિસ્તાન આ જૂથનું અધ્યક્ષ છે. આ બેઠક રાજધાની દુશાંબેમાં (Dushanbe) 16 થી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.

એવી અપેક્ષા છે કે આ પરિષદમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Chinese President Xi Jinping) પણ વર્ચ્યુઅલ હાજર રહેશે. આ બેઠકમાં પાકિસ્તાનના PM ઇમરાન ખાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) અને અન્ય મધ્ય એશિયાના દેશો વ્યક્તિગત રીતે હાજરી આપશે.

છેલ્લા બે મહિનામાં દુશાંબેમાં SCO વિદેશ, સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની ઘણી બેઠકો યોજાઈ છે. થોડા દિવસો પહેલા જ બ્રિક્સ દેશોની 13 મી સમિટ સંપન્ન થઈ હતી, જેની અધ્યક્ષતા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ બીજી વખત છે જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરી હતી.

જોકે, અફઘાન સંકટની છાયામાં યોજાયેલી આ 13મી શિખર પરિષદમાં ભારતની ધાક જામી ચુકી છે ત્રણ બાબતો સ્પષ્ટ છે. ભારત હવે પ્રથમ અફઘાન સંકટને લઇને કેન્દ્રમાં છે. બીજું, અમેરિકા સાથે નિકટતા અંગે ગુસ્સે ભરાયેલું રશિયા હવે એક સાથે ઉભું છે. ત્રીજા અફઘાન સંકટમાં ચીન-પાકિસ્તાનની ચાલને દુનિયા સમજી ગઈ છે.

PM મોદીએ કાઉન્ટર ટેરરિઝમ એક્શન પ્લાનની યાદ અપાવી

PM મોદીએ બ્રિક્સ દેશોને કાઉન્ટર ટેરરિઝમ એક્શન પ્લાનની યાદ અપાવી હતી. આ એક્શન પ્લાનને આગળ લઇ જવાની જરૂરિયાત સમજાવી અને આતંકવાદ સામે લડવા માટે બ્રિક્સ દેશોને હાકલ કરી. આ એવી સમિટ હતી જેમાં ભારતના સર્વકાલીન મિત્ર રશિયા પડખે જ ઉભુ રહ્યુ હતુ.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચિંતા વ્યક્ત કરી હતી અફઘાનિસ્તાન પડોશી દેશો માટે ખતરો ન બનવું જોઈએ. અફઘાનિસ્તાન આતંકવાદ અને ડ્રગ સ્મગલિંગનું સ્ત્રોત ન બને. ભારત-રશિયા સિવાય, બ્રિક્સ દેશોમાં ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાનો પણ સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન