પત્ની દેબીના સાથે સ્કૂટી પર મસ્તી કરતો જોવા મળ્યો ગુરમીત - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • પત્ની દેબીના સાથે સ્કૂટી પર મસ્તી કરતો જોવા મળ્યો ગુરમીત

પત્ની દેબીના સાથે સ્કૂટી પર મસ્તી કરતો જોવા મળ્યો ગુરમીત

 | 12:56 am IST

અભિનેતા ગુરમીત ચૌધરી આ દિવસમાં તેની આવનારી ફ્લ્મિ પલટનની પ્રમોશનમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલા જ ગુરમીત અને તેની પત્ની દેબીના બેનર્જી સાથેના કેટલાક ફેટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. ફેટોમાં તેઓનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો છે. તે બંને મુંબઇના રસ્તાઓ ઉપર સ્કૂટી ચલાવતા જોવા મળ્યા છે. ફેટોમાં દેબીના ગ્રે રંગની સ્પગેટી સાથે ભૂરા રંગના સ્કર્ટમાં ખૂબ જ સુંદર લાગે છે. આ સાથે તેણીએ ભૂરા રંગનું જેકેટ પહેર્યું છે. જ્યારે ગુરમીતે ભૂરા રંગનું જિન્સ અને શર્ટ પહેરેલો છે. જેમાં તે હેન્ડસમ લાગે છે. તેમજ દેબીના સ્કૂટી ચલાવે છે અને પાછળ બેઠેલો ગુરમીત સફ્રની મજા માંણી રહ્યો છે. ગુરમીત અને દેબીનાના આ ફેટોને તેના ચાહકોએ ખૂબ પસંદ કર્યો છે. ફ્લ્મિની વાત કરીએ તો ફિલ્મ પલટનમાં ગુરમિતની સાથે સાથે જેકી શ્રોફ, સોનુ સૂદ, ઇશા ગુપ્તા, હર્ષવર્ધન રાણે, અર્જુન રામપાલ, રોહિત રોય, સોનલ ચૌહાણ અને મોનિકા ગિલ પણ જોવા મળશે.