Scotland's second win, beat Papua New Guinea by 17 runs
  • Home
  • Sports
  • Cricket
  • સતત બે જીત બાદ ટી-20 વર્લ્ડકપ 2021માં આ ટીમ કરશે મોટો ઉલટફેર

સતત બે જીત બાદ ટી-20 વર્લ્ડકપ 2021માં આ ટીમ કરશે મોટો ઉલટફેર

 | 11:32 pm IST
  • Share

  • આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં સ્કોટલેન્ડની બીજી જીત
  • સ્કોટલેન્ડ બે મેચમાં બે વિજય સાથે ગ્રૂપમાં ટોચનું સ્થાન
  •  મેન ઓફ ધ મેચ બનેલા રિચી બેરિંગ્ટનની અડધી સદી

આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2021ના ​પ્રથમ રાઉન્ડની ગ્રુપ-બી મેચમાં સ્કોટલેન્ડે મંગળવારે પાપુઆ ન્યૂ ગિનીને 17 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે સ્કોટલેન્ડને 2 પોઈન્ટ મળ્યા છે અને તે 4 પોઈન્ટ સાથે ગ્રુપ બીમાં ટોપ પર પહોંચી ગઇ છે. આઈસીસી ટી-20 વર્લ્ડકપ-2021માં સ્કોટલેન્ડની આ બીજી જીત છે. આ પહેલા સ્કોટલેન્ડે બાંગ્લાદેશને 6 રનથી હરાવ્યું હતું. આજની મેચમાં PNGની ટીમે સારો પ્રયાસ કર્યો, પરંતુ માત્ર 148 રન જ બનાવી શક્યા હતા અને મેચ હારી ગયું.

અલ અમેરાત ખાતે રમાયેલી ટી-20 વર્લ્ડકપના ગ્રૂપ-બીની મેચમાં મેન ઓફ ધ મેચ બનેલા રિચી બેરિંગ્ટનની અડધી સદી વડે સ્કોટલેન્ડે પાપૂઆ ન્યૂ ગિનીને 17 રનથી હરાવીને બે મેચમાં બે વિજય સાથે ગ્રૂપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર સ્કોટલેન્ડની ટીમે નવ વિકેટે 165 રન બનાવ્યા હતા.

બેરિંગ્ટને 49 બોલમાં છ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે 71 રન તથા મેથ્યૂ ક્રોસે 36 બોલમાં 45 રન નોંધાવ્યા હતા. તેના જવાબમાં પીએનજીની ટીમ 19.3 ઓવરમાં 148 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. નોર્મન વાનુઆએ 47 તથા સેસે બાયુએ 24 રનનું યોગદાન આપ્યું હતું. સ્કોટલેન્ડ માટે જોસ ડેવીએ 18 રનમાં ચાર વિકેટ હાંસલ કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો