Scuffle between Congress, BJP supporters during Urmila Matondkar Rally
  • Home
  • Videos
  • Featured Videos
  • ચૂંટણી પ્રચાર કરવા નિકળેલા કોંગ્રેસના ઉર્મિલા માંતોડકર પડ્યા ભોંઠા, જુઓ Video

ચૂંટણી પ્રચાર કરવા નિકળેલા કોંગ્રેસના ઉર્મિલા માંતોડકર પડ્યા ભોંઠા, જુઓ Video

 | 2:28 pm IST

કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માંતોડકરને મુંબઈમાં પ્રચાર દરમિયાન ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવાનો વારો આવ્યો હતો. ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ઉર્મિલા માંતોડકર બોરીવલી રેલવે સ્ટેશન નજીક એક રેલી કરવા જઈ રહ્યાં હતાં. તે દરમિયાન અચાનક જ મોટી સંખ્યામાં હાજર લોકોએ મોદી મોદીના નારા લગાવવાના શરૂ કરી દીધા હતાં. જેને ઉર્મિલા માંતોડકર અને તેમની સાથે હાજર રહેલા કોંગ્રેસના નેતાઓ શરમજનક સ્થિતિમાં મુકાયા હતાં.

જોકે મોદી મોદીના નારાથી ઉર્મિલા માંતોડકરની સાથે રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ બરાબરના અકળાઈ ઉઠ્યાં હતાં. તેઓ કોલેજના વિદ્યાર્થીઓ સાથે રીતસરના મારામારી કરવા લાગ્યા હતાં. જેને લઈને રેલવે સ્ટેશન અને આસપાસ હાજર રહેલા લોકો વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન